Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

વિશ્વકર્મા પરિવારો માટે સોશ્યલ મીડિયા આધારીત રંગોળી સ્પર્ધા

રાજકોટ તા. ૧૪ :.. કલા-કારીગરી અને કૌશલ્યને ઉજાગર કરતાં રાજકોટથી પ્રસિધ્ધ થતાં મલ્ટીમીડિયા મેગેઝીન વિશ્વકર્મા વિશ્વ દ્વારા છઠ્ઠા વર્ષે પણ વોટસએપ આધારીત ઘર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટના વિશ્વકર્મા પરિવાર માટે યોજાયેલ આ ઘર રંગોળી સ્પર્ધા અંતગર્ત દીવાળીના દિવસે ઘર આંગણે બનાવેલ રંગોળી સ્પર્ધામાં મુકી શકાશે.

સ્પર્ધક દિવાળીના દિવસે રંગોળી બની જાય કે તુરંત અથવા મોડામાં મોડું બેસતાવર્ષના દિવસે બપોરે ૧ર વાગ્યા સુધીમાં રંગોળીનો ટોપ એંગલથી ફોટો પાડી અને વોટસએપ નં. ૯૦૯૯૯ ૪૯પ૬પ પર મોકલવાનો રહેશે.

સાથે નામ સરનામું અને વોટસએપ નંબર મોકલવાનો રહેશે. વિજેતાના નામ તેમની રંગોળી તથા કલાકારના ફોટા સાથે ડીસેમ્બરના વિશ્વકર્મા તથ કલાકારના ફોટા સાથે ડીસેમ્બરના વિશ્વકર્મા વિશ્વના અંકમાં પ્રસિધ્ધ થશે. શકય હશે તો વિજેતા અને અન્ય પસંદગીની રંગોળી પસંદ કરી અને તેના કલાકારના ફોટા સાથેનું ર૦ર૧નું કેલેન્ડર બનાવાશે. વધુ વિગત માટે પ્રવિણ ગજ્જર મો. નં. ૯૦૯૯૯ ૪૯પ૬પ સંપર્ક કરી શકાશે.

(2:40 pm IST)