Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

કાળી ચૌદશે ગેરમાન્યતાનું ખંડન : સ્મશાનમાં ચા-નાસ્તાની મીજબાની

વિજ્ઞાન જાથા દ્વારા રાજયના ૪૪૯ સ્થળોએ યોજાયા જનજાગૃતિ કાર્યક્રમ : કોરોના ધ્યાને લઇ સંયમતા અપનાવાઇ

રાજકોટ : કાળી ચૌદશની સદીઓ જુની માન્યતા, કુરીવાજો, પરંપરાઓ, ભ્રામક વાર્તાઓનું ખંડન કરવા ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા રાજયના ૪૪૯ ગામોમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સ્મશાનની મુલાકાત લઇ લોકોને વૈજ્ઞાનિક સમજ અપાઇ હતી. સ્મશાનના ખાટલે કકડાટના વડા-ભજીયા આરોગાયા હતા. મેલીવિદ્યા, આશુરી શકિત, અદ્રશ્ય શકિતને દફનાવી ૨૧ મી સદીના દર્શન લોકોને કરાવાયા હતા. આ વર્ષે કોરોનાને કારણે રાજયકક્ષાનો કાર્યક્રમ રદ કરાયો હતો. રાજકોટના મવડી વિસ્તારમાં અનુસુચિત જાતિના સ્મશાનમાં સંક્ષિપ્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજયભરમાં યોજાયેલ કાર્યક્રમોમાં પણ માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના નિયમોની બનતી તકેદારી રખાઇ હતી. આમ જાથા દ્વારા સતત ૨૭ માં વર્ષે યોજવામાં આવેલ લોકજાગૃતિના કાર્યક્રમોની તસ્વીરી ઝલકમાં મેલીવિદ્યાની પ્રતિકાત્મક નનામી તેમજ સ્મશાનના ખાટલે ઉડતી ચા-નાસ્તાની જયાફત જોવા મળે છે.

 

(4:39 pm IST)