Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

રાજકોટમાં કિર્તીદાન ગઢવીએ ધનતેરસ અને દિવાળી નિમિતે પરિવાર સાથે પૂજન-અર્ચન કર્યું

રાજકોટ :સેલિબ્રિટીઝી દિવાળી કેવી હોય છે તે જાણવું દરેકને ગમે છે. તેમાં પણ ગુજરાતી સ્ટાર્સની દિવાળી વધુ ખાસ હોય છે. ગુજરાતી સ્ટાર્સ પણ પારંપરિક દિવાળી ઉજવે છે. ત્યારે ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ પોતાના પરિવાર સાથે ધનતેરસ અને દિવાળીની ઉજવણી કરી હતી. તેઓએ પોતાના બે લાડકવાયા સાથે કરેલા દિવાળી સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે.

લોકગાયક કલાકાર કીર્તિદાન ગઢવીએ ધનતેરસના દિવસે પરિવાર સાથે મળીને ધનની પૂજા કરી હતી. પોતાના ઘરે પરિવાર સાથે કીર્તિદાન ગઢવીએ ધનની પૂજા કરી હતી.

લાકગાયક કીર્તિદાન ગઢવીએ ગુજરાતીઓને દિવાળી અને નવવર્ષની શુભેચ્છા પાઠવી છે. તો સાથે જ કોરોના વાયરસની મહામારી ધ્યાનમાં રાખી સરકારની ગાઇડલાઈનનું પાલન કરી તહેવાર ઉજવણી કરવા લોકોને અપીલ કરી છે.

પ્રથમ વખત કીર્તિદાન ગઢવી પરિવાર સાથે રાજકોટમાં દિવાળીનો પાવન પર્વ ઉજવી રહ્યા છે.

(4:40 pm IST)