Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

રાજકોટમાં પતંગના દોરાથી ગળુ કપાતાં યુવાનનું મોતઃ દોરાથી ઇજાના પચ્ચીસ જેટલા બનાવો

રાજકોટઃ શહેરમાં પતંગનું પર્વ દર વખતની જેમ આ વખતે પણ લોહીયાળ બન્યું હતું. જેમાં રૈયા ૧૫૦ ફુટ રીંગ રોડ ટેલિફોન એક્ષચેન્જ પાસે ગળામાં પતંગનો દોરો ફસાતાં ગળુ કપાઇ જતાં ગાંધીગ્રામ નાણાવટી ચોક સ્ટર્લિંગ પાછળ નંદનવાટીકા એપાર્ટમેન્ટમાં રહેતાં ૨૧ વર્ષના યુવાન ઉત્સવ ચેતનભાઇ વ્યાસનું કમકમાટી ભર્યુ મોત નિપજતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. યુવાન એકટીવા હંકારી ઘરેથી બહાર જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. ગાંધીગ્રામના પીએસઆઇ એ. વી. પીપરોતરે જરૃરી કાર્યવાહી કરી હતી.

પતંગના દોરાથી ઇજા થવાના પચ્ચીસ જેટલા બનવો સાંજના ચાર સુધી નોંધાયા હતાં. સિવિલ હોસ્પિટલમાં પંદરેક લોકોને ઓપીડી સારવાર અપાયાનું અને અન્યોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધાનું જાણવા મળ્યું છે. તસ્વીરમાં પતંગના દોરાથી ગંભીર રીતે ઘાયલ યુવાન રસ્તા પર લોહીના ખાબોચીયામાં નજરે પડે છે. તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી. (ફોટોઃ અશોક બગથરીયા)

(7:59 pm IST)
  • અમેરીકામાં કોરોનાના કહેરના પગલે ૧૦ ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ : અમેરિકાના ઓન્ટેરીયો પ્રાંતમાં કોરોનાના કહેરને કારણે ૨૮ દિવસની કટોકટી લદાઈઃ પ્રાંતના તમામ લોકોને ઘરે રહેવા આદેશો : ટોરોન્ટો, ન્યુ યોર્ક હેમિલ્ટન, વિન્ડસર-આઇસેકસ જેવા પ્રાંતોમાં શાળાઓ ૧૦ ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. access_time 1:26 pm IST

  • કેરળમાં ચૂંટણી પહેલાનું ડાબેરી સરકારનું છેલ્લું ફુલગુલાબી બજેટ : પેનશનમાં વધારો : ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી ખેત પેદાશોના લઘુતમ મૂલ્યમાં વધારો : આરોગ્ય ક્ષેત્રે નવી ચાર હજાર નોકરીઓનું નિર્માણ : 50 લાખ યુવાનોને હુન્નર માટે કૌશલ્ય આપવાનું આયોજન : ગરીબ પરિવારોને ઓછી કિંમતે લેપટોપ અપાશે : થોડા મહિના પછી ધારાસભાની ચૂંટણી access_time 6:48 pm IST

  • ૪ મહાનગરોમાં રાત્રી કર્ફયુ યથાવત રહેશે : અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફયુ યથાવત : જામનગરમાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત સમયે વિજયભાઈની જાહેરાત access_time 12:13 pm IST