Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ઈગ્રામ-મનરેગા-પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની તમામ કામગીરી ઝડપથી પૂર્ણ કરોઃ દિશાની બેઠક યોજાઈ

રાજકોટ, તા. ૧૫ :. રાજકોટ જિલ્લા વિકાસ એજન્‍સીની ડિસ્‍ટ્રીકટ કો-ઓર્ડી. એન્‍ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયાના અધ્‍યક્ષ સ્‍થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાના અધ્‍યક્ષ સ્‍થાને સંબંધિત અધિકારીઓની ઉપસ્‍થિતિમાં યોજાઈ હતી.

આ બેઠકમાં વિવિધ યોજનાના પ્રગતિ અહેવાલને બહાલી-મંજુરી આપવામાં આવી હતી. પાવરપોઈન્‍ટ પ્રેઝન્‍ટેશનથી પ્રગતિ હેઠળના કામોની માહિતી રજુ કરાઈ હતી. ઈગ્રામ, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, શ્‍યામપ્રસાદ મુખરજી મિશન યોજના વગેરે કામગીરી વિશેની સમીક્ષા થઈ હતી. આ તમામ કામગીરી ઝડપથી અને ગુણવત્તાયુકત કરવા સાંસદ મોહનભાઈ કુંડારિયાએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

આ બેઠકનું સંચાલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક જે.કે. પટેલે કર્યુ હતું. આ બેઠકમાં જિલ્લા આરોગ્‍ય અધિકારી મિતેષ ભંડેરી, પ્રોગ્રામ ઓફિસર વત્‍સલાબેન દવે, જિલ્લા લાઈવલી હુડ મેનેજર વિરેન્‍દ્ર બસિયા, ડિસ્‍ટ્રીકટ કો-ઓર્ડિનેટર મિનાક્ષી કાચા, ખેતીવાડી અધિકારી આર.આર. ટિલવા સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:45 am IST)