Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષનું સન્‍માન

 ખીરસરા : રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ તરીકે ભાવનગરના સાંસદ સભ્‍ય ભારતીબેન શિયાળ તેમજ પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ તરીકે જસદણ વિંછીયાના પૂર્વ ધારાસભ્‍ય ડો. ભરતભાઇ બોઘરાની વરણી થતાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા ઉપપ્રમુખ મોહનભાઇ દાફડા મહામંત્રી મનસુખભાઇ રામાણી, નિષભાઇ ચાંગેલા, પૂર્વ ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા, લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ મકાણી, જીલ્લા ભાજપ અગ્રણી મુકેશભાઇ તોગડીયા, મનહરભાઇ બાબરીયા  તેમજ રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી તથા તાલુકા ભાજપના આગેવાનો દ્વારા નવનિયુકત રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષનું સન્‍માન કરાયું હતું. (તસ્‍વીર -અહેવાલઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(10:46 am IST)