Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ર૮ સોસાયટીમાં રહેતા લોકોમાંથી કોઇ ગભરાતુ હોય-મિલ્કત વેચવી હોય તો કલેકટરને ખાનગીમાં અરજી કરી શકે છે

અશાંત ધારો રાજકોટની જાહેર કરાયેલ ર૮ સોસાયટીને લાગુ પડે છેઃ આખા શહેર-જીલ્લામાં નહિઃ કલેકટરની 'અકિલા' સાથે સાફ વાત : આ સોસાયટીઓમાંથી લોકોની સંખ્યાબંધ રજૂઆતો થઇ હતીઃ પોલીસના અભિપ્રાય-કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખરડાવાવની આશંકાએ સરકારને દરખાસ્ત કરાઇ હતીઃ ત્યારબાદ સરકારે નોટીફિકેશન જાહેર કર્યુ છે

રાજકોટ તા. ૧પ :.. રાજકોટનું લાગુ થયેલ વોર્ડ નં. ર ની કુલ ર૮ સોસાયટી અંગે અશાંત ધારો તથા સરકારના નોટીફીકેશન અંગે આજે રાજકોટ જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ અશાંત ધારો જાહેર કરાયેલ વોર્ડ નં. રની ર૮ સોસાયટીને જ લાગુ પડે છે, આખા રાજકોટ-શહેર-જીલ્લામાં નહિ.

તેમણે જણાવેલ કે, આ ર૮ સોસાયટીમાં રહેતા મકાન-ફલેટ-પ્લોટ ધારકો પ વર્ષ સુધી મીલકત વેચી નહી શકે, ખરીદી નહિ શકે, કે હસ્તાંતરણ નહિ કરી શકે, તેમજ આ સોસાયટીમાં રહેતી કોઇપણ વ્યકિતને મકાન કે અન્ય કોઇ મીલ્કત આ ર૮ સોસાયટીમાં આવેલી હોય તો તેઓ વેચી શકશે નહીં, પરંતુ જો કોઇ અશાંત અનુભવતા હોય, કોઇ જેન્યુઅન કારણ હોય, કોઇ ગભરાતુ હોય અને મીલ્કત વેચવી હોય તો તેઓ કલેકટર કે એડી. કલેકટરને અરજી કરી શકે છે, તેમની અરજી ખાનગી રહેશે, કોઇએ ગભરાવાની જરૂરત નથી, વ્યાજબી કારણ હશે તો ખાસ કિસ્સામાં મંજૂરી અપાશે.

આ ર૮ સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા અંગે તેમણે જણાવેલ કે આ સોસાયટીમાં રહેતા સંખ્યાબંધ લોકોની ખાનગી રાહે રજૂઆત, પોલીસના અભિપ્રાય, કાયદો - વ્યવસ્થા ખરડાય તેવી સ્થિતિ સંદર્ભે સરકારમાં દરખાસ્ત મોકલાઇ હતી, અને ત્યારબાદ સરકારે નોટીફીકેશન બહાર પાડયું છે.

ઉપરોકત ર૮ સોસાયટી અંગે થયેલ રીપોર્ટ મુજબ ઘણા-ખરા લોકોએ - ચોકકસ એ પ્રકારના લોકો કોને મકાન ખરીદ-વેચાણ કર્યા છે, હસ્તાંતરણ થયા છે, આવો પણ રીપોર્ટ - સંખ્યાબંધ સોસાયટીના લોકોએ ભેગા થઇ રજૂઆતો કરી હતી, ત્યારબાદ સરકારમાં દરખાસ્ત ગઇ છે.

(3:19 pm IST)
  • લેન્ડ ગ્રેબીંગ અંગે આજે સાંજે પ વાગ્યે કલેકટરના અધ્યક્ષપદે બીજી બેઠક મળશેઃ કેસો મંગાવાયા : રાજય સરકારે જમીન માફીયાઓ સામે દાખલ કરેલા લેન્ડ ગ્રેબીંગ કાયદા અંગેની આજે બીજી મહત્વની બેઠક કલેકટરના અધ્યક્ષપદે સાંજે પ વાગ્યે કલેકટર કચેરીમાં મળશે. જેમાં સીપી-ડીસીપી-એસપી-પ્રાંત-મ્યુ. કમિશ્નર-ડીડીઓ-રૂડા તથા અન્ય કુલ ૧૮ અધિકારીઓ હાજર રહેશેઃ સંખ્યાબંધ કેસો હોવાની શકયતાઃ સીટી પ્રાંત-ર દ્વારા પણ ૧ કેસ. આજે કેસોની સમીક્ષા બાદ કેસો દાખલ કરવા અંગે નિર્ણય. access_time 4:26 pm IST

  • જાણીતા સમાજસેવી અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં ભૂખ હડતાલ કરશે : જાન્યુઆરીના અંત સુધીમાં કૃષિ કાયદાનો કોઈ ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ કરશે : વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર access_time 11:41 pm IST

  • કેરળમાં ચૂંટણી પહેલાનું ડાબેરી સરકારનું છેલ્લું ફુલગુલાબી બજેટ : પેનશનમાં વધારો : ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી ખેત પેદાશોના લઘુતમ મૂલ્યમાં વધારો : આરોગ્ય ક્ષેત્રે નવી ચાર હજાર નોકરીઓનું નિર્માણ : 50 લાખ યુવાનોને હુન્નર માટે કૌશલ્ય આપવાનું આયોજન : ગરીબ પરિવારોને ઓછી કિંમતે લેપટોપ અપાશે : થોડા મહિના પછી ધારાસભાની ચૂંટણી access_time 6:48 pm IST