Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

આપણી સેના વિશ્વની ચોથા નંબરની તાકાતવર સેના

મોટુ સૈનિક બળ, યુધ્ધ વિમાનો, યુધ્ધ જહાજો, હેલીકોપ્ટર્સ, પડુબીઓ, તોપો, મિસાઈલો, રોકેટ, ૨ડાર્સ, રાઈફલોથી સજજ

આપણો દેશ ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે વિદેશી શાસનમાંથી આઝાદ થયો. પરંતુ તે વખતે દેશમાં બ્રીટીશ ભારતીય સેના કાર્યરત હતી. સેનાનો કમાન્ડ બ્રીટીશ કમાન્ડર-ઈન ચીફ જનરલ રોય બુશરના હાથમાં હતો. ત્યારબાદ ૧૫ જાન્યુઆરી ૧૯૪૯ ના દિવસે આપણી સેના પૂર્ણપણે આઝાદ થઈ અને ભારતીય સેનાની કમાન્ડ એક ભારતીયને સોપવામાં આવી. આપણા પહેલા કમાન્ડર ઈન ચીફ કે.એમ. કરિયપ્પા બન્યા. ત્યારથી ૧૫ જાન્યુઆરીને આપણે રાષ્ટ્રીય સેના દિવસ તરીકે ઉજવીએ છીએ.

ભારત શાંતિચાહક દેશ છે, પણ પોતાના વિસ્તાર કે વહીવટમાં દખલગીરી થાય તો સાંખી લેવા તૈયાર નથી. શાંતિ જાળવી રાખવી હોય તો મજબુત અને શસ્ત્રસજજ સેના તૈયાર રાખવી પડે. ઉપરાંત દેશના આર્થિક વિકાસ, સમાજ સુધારણા, વૈજ્ઞાનિક સિધ્ધિઓ વગેરે માટે પણ મજબુત લશ્કર જોઈએ. 'શસ્ત્રથી રક્ષિત રાજયમાં જ શાસ્ત્રાભ્યાસ થઈ શકે છે' તેવું મહાભારત ગ્રંથમાં કહેવાય છે.

  ભારતીય સેનાનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રની સુરક્ષા અને રાષ્ટ્રવાદ દ્વારા એકતા અને અખંડીતતા સુનિશ્ચિત કરવી, રાષ્ટ્રને બહારના આક્રમણો તથા આંતરીક જોમખોથી બચાવવું અને આપણી સીમાઓ ઉપર શાંતિ અને સલામતી બનાવી રાખવાનો છે. ઉપરાંત દેશમાં કુદરતી આફતો સમયે તથા અન્ય આંતરીક અશાંતિ સમયે જાનમાલના બચાવ અભિયાનો પણ ચલાવે છે.

ભારતીય સેનાનો ઈતિહાસ ગૌરવવંતો અને જવલંત વિજયોથી ભરેલો છે. આઝાદી વખતે ૨(બ) લાખ સેનાકર્મીઓ ધરાવતી આપણી સેનામાં અત્યારે ૧૩.૨ લાખથી વધુ સક્રિય સૈનિકો તથા ૨૮.૪ લાખથી વધુ રીઝર્વ ફોર્સ સહિત કુલ ૨.૦૭ લાખથી વધુ સૈનિકબળ છે. ઉપરાંત રાફેલ મીરાજ-ર૦૦, સુખોઈ- એન/૩૦, મીગ, જેગુઆર જેવા ૨૧૮૫ યુધ્ધ વિમો, પ૯૦ ફાઈટર એરક્રાફટ, ૨૯૫ યુધ્ધ જહાજો જેમાં INS વિક્રમાદિત્ય જેવા અત્યાધુનિક જહાજનો પણ સમાવેશ થાય છે. ૧૫ પખુબીઓ જેમાં INS  ચક્ર જેવી ઉચ્ચ ટેકનીક ધરાવતી પડુબીનો સમાવેશ થાય છે. ૭૨૦ યુધ્ધ હેલીકોપ્ટર્સ, ૪૪ર૬ ટેન્કો, ૬૪૦૪ બખ્તર ગાડીઓ, ૭૪૧૪-તોપો જેમાં ૨૦ ઓટોમેટીક તોપ, ૨૯ રોકેટ, પિનાક જેવા રોકેટ લોન્ચર, ઉપરાંત બ્રહ્મોસ, પૃથ્વી, આકાશ, અગ્ની, નાગ, સુર્યા જેવી સુપરસોનીક ક્રુઝ તથા ગાઈડેડ મીસાઈલો કે જેની રેન્જ ૧૫૦ કી.મી. થી ૧૬,૦ કી.મી ની છે. કોર્ટોસેટ અને રીસેકટ -કારના ૨ડાર, અત્યાધુનિક રાઈફલ્સ વગેરેનો સમાવેશ થાય છે.

 આપણી સેના પાકિસ્તાન સાથે ચાર યુધ્ધો તથા ચીન સાથે એક યુધ્ધ લડી ચુકેલ છે. ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલ મુખ્ય અભિયાનોમાં 'ઓપરેશન વિજય', 'ઓપરેશન મેઘદુત', 'ઓપરેશન બ્લ્યુ સ્ટાર', 'ઓપરેશન કૈકટ્સ', 'ઓપરેશન ઓલઆઉટ' વગેરે સામેલ છે. સંયુકત રાષ્ટ્રના શાંતિ મિશનોમાં પણ ભારતીય સેના સક્રિય ભાગીદાર રહી છે. આપણી સેના જળ, જમીન અને આકાશમાં યુદ્ધ માટે હંમેશા તૈયાર રહે છે.

ભારતીય સેનાના વીર જવાનોનો ઈતિહાસ સંપૂર્ણ રાષ્ટ્રવાદ અને માભોમ પ્રતિ સમર્પણ ભાવથી તરબોર ભરેલો છે. જીવને મુઠીમાં લઈ ટાઢ, તડકો, વરસાદ, કાદવ-કિચડ, બરફ અને કુદરતી તોફાનોની વચ્ચે પણ રાત દિન અડીખમ રહી દેશ સેવા કાજે ફરજ બજાવતા આપણા વીરજવાનો આપણું ગૌરવ છે અને ખરા અર્થમાં 'રીઅલ હીરો' છે.

ભારતીય સેના પ્રતિ દેશવાસીઓમાં સન્માન, આદરભાવ વધે તેવા પ્રયત્નો આપણે સૌએ કરવા જોઈએ એજ સેના દિનની સાચી ઉજવણી હોય શકે.

(12:05 pm IST)