Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

પતંગ-દોરા ૩૧ર કબૂતર-મોર-કાબર-ઘુવડ માટે ઘાતગ્રસ્ત બન્યાઃ પ૦થી વધુ કબૂતરના મોતઃ પ પશુઓને પણ ગંભીર ઇજા

સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ સુધીમાં અનેક પક્ષી ઇજાગ્રસ્તઃ ત્રણ દિવસમાં ૪૦૦થી વધુ પક્ષીને ઇજા થયાનો રીપોર્ટ : અનેક પક્ષીની પાંખ-ડોકા કપાતા લોહીલુહાણઃ ૩૧રમાં ર૯૭ થી વધુ કબૂતરઃ કરૂણા સેન્ટર દ્વારા ત્વરીત સારવાર : સારસ-ટીટોડી : લેપવીંગ-બ્લેકલીબ્સ : ફોવલ-હરીયાલ પણ ઇજાગ્રસ્ત

રાજકોટ તા. ૧પ :.. રાજકોટમાં ગઇકાલે મકર સંક્રાંતિની શાાનદાર-ધમાકેદાર ઉજવણી થઇ, પરંતુ આ ઉજવણી અબોલ-ભોળા-પારેવડામાં ઘાતગ્રસ્ત બન્યાનું રાજકોટના વેટરનરીના ડે. ડાયરેકટર શ્રી ખાનપરાના મેડીકલ ઓફીસરમાંથી જાણવા મળ્યું હતું.

ખાસ કરીને સવારે ૧૦ થી સાંજે ૬ સુધીમાં સદર અને ત્રિકોણબાગ ખાતે ઉભી કરાયેલ છાવણી-ખાસ સેન્ટરમાં ઇજાગ્રસ્ત-લોહીલુહાણ ડોક-પાંખ- કપાયેલા પક્ષીઓ સતત લવાઇ રહ્યા હતાં.

કરૂણા અભિયાન સેન્ટરના ગઇકાલે રાત્રે ૯ સુધીના રીપોર્ટ મુજબ રાજકોટમાં ઘાતકી પતંગ-દોરાને કારણે ૩૧ર જેટલા કબૂતર-મોર-કાબર-હોલા-ઘુવડ-કોયલ માટે ઘાતગ્રસ્ત પુરવાર થયા હતાં. પ્રાથમિક રીપોર્ટ મુજબ પ૦ થી ૬૦ જેટલા કબુતરોના કરૂણ મોત થતા ભારે અરેરાટી ફેલાઇ હતી, જીવદયા પ્રેમીઓની આંખમાં અશ્રુ વહી ગયા હતાં. આ ઉપરાંત પ પશુઓને પણ ગંભીર ઇજા થયાનું બહાર આવ્યું છે, રીપોર્ટ મુજબ અનેક પક્ષીઓ ડોકટર પાસે લવાયા પરંતુ રસ્તામાં અથવા તો સારવાર દરમિયાન જ દમ દોડી દિધો હતો.

સુત્રોએ જણાવેલ કે કુલ ૩૧ર માંથી ર૯૭ જેટલા તો કબૂતર-હોલા હોવાનું બહાર આવ્યું છે, તા. ૧ર થી ૧૪ દરમિયાન પતંગ-દોરાને કારણે ૪પ૦ જેટલા પક્ષીઓ ભોગ બન્યા હતાં. જે પક્ષીઓને ઇજા થઇ તેમાં ર૯૭ કબૂતર, ર-કાબર, ૧-મોર, ૧-ઘુવડ, ર-બ્લેક લીબ્સ, અને ૧ લેપવીંગનો સમાવેશ  થાય છે, જયારે અન્ય ૬ માં સારસ-ટીડોડી-ફોવલ-હરીયાલનો સમાવેશ થાય છે. પશુઓમાં મોટા પશુઓમાં-૧, અને પાલતુ પ્રાણીમાં ૪ ને ઇજા થયાનું ઉમેરાયું હતું.

(12:06 pm IST)