Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ઢેબર રોડ પરથી દીપક વઢીયારા ચોરાઉ બાઇક સાથે પકડાયો

રાજકોટ,તા. ૧૫: અમીન માર્ગ હીંગળાજનગર પાસેથી માલવીયાનગર પોલીસે બાતમીના આધારે લોહાનગરના શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ અમીન માર્ગ પર એક શખ્સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. ભાવેશભાઇ ગઢવી અને હરપાલસિંહને બાતમી મળતા પીઆઇ. કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે. ઝાલા, હેડ કોન્સ. મસરીભાઇ, યુવરાજસિંહ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહીતભાઇ, મહેશભાઇ તથા હિતેષભાઇ સહિતે અમીન માર્ગ પર હિંગળાજનગર ચોક પાસેથી દીપક બાબુભાઇ વઢીયારા (ઉવ.૨૨) (રહે. લોહાનગર મફતીયાપરા) ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. તેની પુછપરછ કરતા તેણે ચારેક માસ પહેલા ઢેબર રોડ સાઉથ આરતી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

(3:25 pm IST)