Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

રામેશ્વર મહિલા મંડળ દ્વારા સેવાકાર્ય

 શ્રી રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, મહિલા સત્સંગ મંડળ, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળના ઉપક્રમે મકરસંક્રાંતિ પર્વ નિમિતે ગૌશાળા માટે આર્થિક અનુદાન સાથે ગાયો માટે લાડવા, રોટલી -રોટલાના પ્રદાનની સેવા કરી હતી. જીવદયા સાથે પશુ-પંખી તરફ કરૂણા સાથે અનુદાન આપ્યું હતું. શિવભકત વિજયભાઇ જોબનપુત્રાના માર્ગદર્શન હેઠળ જયોતિબેન પુજારા, શોભનાબેન ભાણવડિયા, મીનાબેન પુજારા, પ્રફુલ્લાબેન બોરીચા, ગીતાબેન લોહાણા, ભાવનાબેન કાનાણી, હીરાબેન બારોટ, યોગીતાબેન જોબનપુત્રા સહિત અનેક બહેનોએ  ગૌપ્રેમ માટે ભાગ લીધો હતો.

(3:28 pm IST)