Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

વિશ્વનગરના જૈમીન ગાજીપરાને દેશી તમંચા સાથે પકડી લેતી ક્રાઇમ બ્રાંચ

રસુલપરા ઢોલરા ચોકડી પાસેથી ચેતનસિંહ ચુડાસમા, જયેશભાઇ નિમાવત, મહેન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી પીએસઆઇ વી. જે. જાડેજાની ટીમે દબોચ્યો

રાજકોટ તા. ૧૫: શહેર ક્રાઇમ બ્રાંચે ગોંડલ રોડ ચોકડી રસુલપરા પાસે ઢોલરા ચોકડીથી ગોંડલ તરફના હાઇવે પર બાતમીના આધારે વોચ રાખી મવડી રોડ વિશ્વનગર-૫, ખીજડાવાળા રોડ પર રહેતાં જૈમીન તુલસીભાઇ ગાજીપરા (ઉ.વ.૨૦)ને રૂ. ૧૦ હજારના દેશી તમંચા સાથે પકડી લીધો છે.

પકડાયેલો જૈમીન છુટક મજૂરી કામ કરે છે. તેની પાસે તમંચો હોવાની અને તે ઢોલરા ચોકડી પાસેથી પસાર થવાનો છે તેવી બાતમી ડીસીબીના એએસઆઇ ચેતનસિંહ ચુડાસમા, જયેશભાઇ નિમાવત, હેડકોન્સ. મહેન્દ્રસિંહ જાડેજાને મળતાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર, કોન્સ. સ્નેહ ભાદરકા સહિતે વોચ રાખી પકડી લીધો હતો. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે.ગઢવીની રાહબરીમાં આ કામગીરી કરવામાં આવી હતી. જૈમીન અગાઉ કોઇ ગુનામાં સંડોવાયો નથી. શોખથી રાખ્યાનું રટણ કર્યુ હતું. તે તમંચો કયાંથી લાવ્યો? તે અંગે વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે.

(3:30 pm IST)