Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ડામર રી-કાર્પેટ

 શહેરના વોર્ડ નં. ૧૦ ના ભાજપના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં ચાલી રહેલ વિકાસ કામોના ભાગરૂપે હાલ ક્રિષ્ના પાર્ક સોસાયટી ખાતે ડામર રી-કાર્પેટના કામનું ખાતમુહુર્ત મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રભારી દિનેશભાઇ કારીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, ઉપપ્રમુખ કિશોરભાઇ સોજીત્રા, સંગીતાબેન છાયા, હેમંતસિંહ ડોડીયા, ક્રિષ્ના પાર્ક સોસાયટીના વજુભાઇ ઢોલરીયા, રાજુભાઇ મોવલીયા, અશ્વિનભાઇ વેકરીયા, આશીષભાઇ ભુત, પરસોતમભાઇ વેકરીયા, અશોકભાઇ લીંબાસીયા, રમેશભાઇ સોરઠીયા, પાયલબેન બેરા, મનીષાબેન સોજીત્રા, સંગીતાબેન અકબરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:32 pm IST)