Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

અશાંતધારા હેઠળ આવેલ સોસાયટીના આજુબાજુના મીલ્કત ધારકોએ પણ પ્રમાણપત્ર રજુ કરવું પડશેઃ સંખ્યાબંધ દસ્તાવેજો નોંધણી વિના પરત કરાતા પક્ષકારો અને રેવન્યુના વકીલોમાં ઉહાપોહ

અમદાવાદના ડેઇ કલેકટરના પરિપત્રનો રાજકોટમાં કોઇને પુછયા વગર અમલવારી !

રાજકોટ, તા. ૧પ :  શહેરના વોર્ડ નં.રમાં ર૮ સોસાયટીઓમાં રાજય સરકારે અશાંત ધારો લાગુ કરી મિલ્કતના ટ્રાન્સફર વેળાએ જીલ્લા કલેકટરની મંજુરી લેવાનો હુકમ કરેલ છે. પરંતુ રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં અમદાવાદના ડે. કલેકટરના પરિપત્રનો કોઇને પુછયા વગર અમલવારી શરૂ કરી અશાંત ધારા હેઠળ આવેલ વિસ્તારોની પ૦૦ મીટરની ત્રિજયામાં આવેલ જે તે મિલ્કત ધારકોએ તેની મિલ્કત અશાંત ધારા હેઠળના વિસ્તારની પ૦૦ મીટર ત્રિજયામાં આવતા નથી તેવા પ્રમાણપત્ર સંબંધીત તાલુકા મામલતદાર અને સીટી સર્વે સુપ્રી. પાસેથી  લઇ ત્યારબાદ જ દસ્તાવેજની નોંધણી કરાશે તેવો આગ્ર રખાતા વકીલો અને પક્ષકારોમાં દેકારો મચી ગયો છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆતો થઇ છે. 

(4:35 pm IST)