Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

લોધીકા સરકારી હોસ્પી.ના ડોકટરની ફરજમાં રૂકાવટ કરનાર ભાવેશ વસોયા સામે ગુન્હો નોંધાયો

રાજકોટ સારવારમાં જવા દરેક માણસોને અલગ-અલગ એમ્બ્યુલન્સ આપો તેમ કહી

રાજકોટ તા. ૧પ :.. લોધીકા સરકારી હોસ્પીટલના ડોકટરની ફરજમાં રૂકાવટ કરનાર શખ્સ    સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ લોધીકા સરકારી હોસ્પીટલમાં ફરજ બજાવતા ડોકટર નિર્મલભાઇ મનસુખભાઇ ગમટાએ આરોપી ભાવેશ છગનભાઇ વસોયા રે. લોધીકા સામે લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી ૩૦ માણસો સાથે હોસ્પીટલ ખાતે જઇ ફરીયાદીને કહેલ કે, અમારી સાથે માણસો છે તેને સારવાર આપો અને તેઓને રાજકોટ લઇ જવા અલગ અલગ એમ્બ્યુલન્સ આપો તેમ કહી ફરીયાદી સાથે ઝઘડો કરી ગાળો આપી ધમકી આપી ફરીયાદીની ફરજમાં રૂકાવટ કરી હતી.

લોધીકા પોલીસે આ ફરીયાદ અન્વયે આરોપી ભાવેશ વસોયા સામે ગુન્હો દાખલ કર્યો હતો વધુ તપાસ પીએસઆઇ એચ. એમ. ધાંધલ ચલાવી રહ્યા છે.

(4:40 pm IST)