Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

હેડકોન્‍સ. ઇકબાલભાઇની દિકરી આયશા મોરવાડીયાએ કાનપુર આઇઆઇટીમાં પ્રવેશ મેળવી ગોૈરવ વધારતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કર્યુ સન્‍માન

રાજકોટઃ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતાં હેડકોન્‍સ. ઇકબાલભાઇ તૈયબભાઇ મોરવાડીયાની દિકરી ચિ. આયશા મોરવાડીયાએ ચેન્‍નઇ એરોટેકનીકલ એન્‍જિનીયર (બી.ઇ.)નો અભ્‍યાસ પુરો કર્યા બાદ ૩૨ દેશોની સ્‍પર્ધામાં રોબોટ ડ્રોન બનાવી ભારત દેશનું ગોૈરવ વધાર્યુ હોઇ તેમજ હાલમાં જીએટીઇની પરિક્ષામાં પ્રથમ પ્રયાસે જ પાસ થઇ કાનપુરની આઇઆઇટી જેવી પ્રતિષ્‍ઠીત સંસ્‍થામાં પ્રવેશ મેળવવામાં સફતા મેળવી છે. ગુજરાતભરમાંથી તેણી પ્રથમ આવી છાત્રા હોઇ આયશાએ મોરવાડીયા પરિવાર, રાજકોટ પોલીસ પરિવાર અને સમગ્ર ગુજરાતનું ગોૈરવ વધાર્યુ હોઇ તેને પ્રોત્‍સાહીત કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તેણીને પ્રશંસાપત્ર આપી ઉત્તરોત્તર પ્રગતિની શુભકામના પાઠવી હતી. તેણીના માતા-પિતાને પણ અભિનંદન આપ્‍યા હતાં. આ તકે જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા પણ ઉપસ્‍થિત રહ્યા હતાં. તેમજ શ્રી અગ્રવાલે આયશાને અંગત રીતે કાનપુર ખાતે અભ્‍યાસ દરમિયાન કોઇપણ મદદની જરૂરિયાત હોય તો જણાવવા પણ આશ્વાસન આપ્‍યું હતું.

 

(3:02 pm IST)