Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

શોર્ટ ફિલ્મ'અંતઃ અસ્તિ પ્રારંભ' તૃતિય

મ્યુ.કોર્પો. દ્વારા એવોર્ડ એનાયતઃ કલા દ્રષ્ટી સ્ટુડીયોઝ વધુ એક ફિલ્મ રિલીઝ કરશે

રાજકોટઃ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આગામી સ્વચ્છ સર્વેક્ષણ- ૨૦૨૨ને ધ્યાને લઈને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદી- જુદી ૧૧ કેટેગરીમાં સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધા તેમજ સ્વચ્છ રાજકોટ શોર્ટ મુવી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત વિવિધ સ્પર્ધકોમાંથી કલાદ્રષ્ટિ સ્ટુડીયોઝની ટીમ દ્વારા અંતઃ અસ્તિ પ્રારંભ નામની શોર્ટ મુવી રજૂ કરવામાં આવી હતી. શોર્ટ મૂવીના ડિરેકટર, સ્ટોરી રાઈટર તરીકે શુભમ રાઠોડ અને આસિસ્ટન્ટ ડીરેકટર તરીકે જયપ્રકાશ જોશીએ કમાન સંભાળી હતી. જયારે એકટર્સ તરીકે આદિત્ય શ્રીમાળી, જયપ્રકાશ જોશી,  પાર્થભાઈ જોશી, શુભમ રાઠોડ, દીશાંત પ્રજાપતિ, પાર્થ સોહેલિયા અને અભિષેકભાઈ ચાવડા તેમજ ફિમેલ આર્ટટિસ્ટ તરીકે શીતલ પંડયા, ભૂમિ બાવરીયા અને શ્રેયા કાપડિયાએ ભૂમિકા ભજવી હતી. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કૈરવ ચાવડા અને દેવાંશી સિધ્ધપુરાએ સારો દેખાવ રજૂ કર્યો હતો. રનર્સઅપ બનેલ આ શોર્ટ ફિલ્મની સેકન્ડ ટીમને નાયબ મ્યુનિ.કમિશ્નર એ.આર.સિંહના વરદ હસ્તે સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવી હતી.  આવનારા સમયમાં કલાદ્રષ્ટી સ્ટુડીયોઝની ટીમ દ્વારા 'એક અભણ'નામની યુ- ટયુબ સીરીઝ પણ રિલીઝ થશે. તેમ શુભમ રાઠોડની યાદીમાં જણાવાયું છે. (મો.૮૮૪૯૬ ૪૧૫૦૫)

(3:49 pm IST)