Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

સાધુવાસવાણી રોડના એ વિવાદાસ્‍પદ પ્‍લોટમાં...

ભા.જ.પ.ને ર૩ વર્ષ સુધી કેમ પ્રજાહીન ન દેખાયું? મહેશ રાજપૂત

હવે જો મ.ન.પા.આ પ્‍લોટમાં હોસ્‍પિટલ બનાવે તો ૧૧ લાખનું દાન હું આપીશઃ કોંગ્રેસના પૂર્વ પ્રમુખનો લલકાર

રાજકોટ તા. ૧પ : શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઇ રાજપુતે જણાવેલ કે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના પદાધિકારીઓએ આગામી તા.૧૯ ના રોજ મળનારા સામાન્‍ય સભામાં ટી.પી.૪-રૈયાના ‘‘હોસ્‍પિટ''ના હેતુ માટેનાં અનામત પ્‍લોટ નં.૪૦૭ નો ‘‘વાણિજય વેંચાણ''ના હેતુમાં હેતુફેર કરવા માટે અધિનિયમની કલમ-૭૧ હેઠળ વેરીડ કરવા બાબતની દરખાસ્‍ત કમિશ્નરશ્રીએ સેક્રેટરીને મોકલેલ છે આ મંજુરી અર્થે આવેલ દરખાસ્‍ત ના મંજુર કરવાનો નિર્ણય એડવાન્‍સમાં ભાજપના પદાધિકારીઓ દ્વારા જાહેર કરેલ છે તેને હું વધાવું છું. પણ આ નિર્ણય સાથે જે રાજકોટ ભાજપના પ્રમુખએ જણાવેલ છે કે કોંગ્રેથી ડરીને આ દરખાસ્‍ત ના મંજુર કરવાનો નિર્ણય લીધો નથી એ બાબતે મારે ભાજપ પ્રમુખને જણાવવાનું કે કોંગે્રસે કયારેય પણ દબાવવાની કે ડરાવવાની રાજનીતી કયારેય કરેલ નથી અને ભષ્‍વિયમાં પણ કરશે નહિ. ડરાવવાની અને દબાવવાની રાજનીતીએ ભાજપની રાજનીતી છે કોંગ્રેસે હંમેશા લોકોના હિત માટે અવાજ ઉઠાવ્‍યો છે. અને હંમેશા ઉઠાવતી રહેશે.
૧૯૯૩ થી ર૦૦૦ તેમજ ર૦૦પ થી હાલની ર૦રર આમ કુલ આશરે ર૩ વર્ષથી તમો રાજકોટ મહાનગરપાલિકા પર સત્તામાં બેઠા છો આપને શા માટે રાજકોટ શહેરના નગરજનોના હીતમાં એક સારી હોસ્‍પિટલ બનાવવાનું ન સુજ્‍યું?  ગાત રહી કોંગ્રેસે શું કર્યું માનનીય પ્રમુખ મારા અંદાજ પ્રમાણે આપના જન્‍મ પહેલાથી રાજકોટમાં બનેલ રાજકોટ બનેલ રાજકોટ સિવીલ હોસ્‍પટલ, પદ્મકુંવરબા હોસ્‍પિટલ, અને ઝનાના હોસ્‍પિટલની સ્‍થાપનાઓ થઇ ગયેલ હતી એ અને આ હોસ્‍પિટલ કોંગ્રેસના શાસનમાં થયેલ છે. આ ભાજપના શાસનમાં થયેલ નથી એ વાત આપે ન ભૂલવી જોઇએ.
તેમણે વધુમાં જણાવેલ કે આપશ્રીએ જણાવેલ છ કે ઉપરોકત હોસ્‍પિટલો તથા નવી બની રહેલી એઇમ્‍સ હોસ્‍પિટલ હોવાથી રાજકોટ હોસ્‍પિટલની જરૂર નથી. પ્રમુખ રાજકોટથી એઇમ્‍સ હોસ્‍પિટલ સુધી જવામાં ગરીબ-મધ્‍યમવર્ગીય માણસને કેટલા રૂપિયાનો ખર્ચો થાય તેનો હિસાબ આપે કર્યો છે? રાજકોટમાં એક સરકારી હોસ્‍પિટલની ગરીબ-મધ્‍યમવર્ગીય લોકો માટે રૈયા વિસ્‍તારની આજુબાજુમાં જરૂર છે તે આપે અને મેયરએ ન ભુલવું જોઇએ.
વિશેષ મેયરને જણાવવાનું કે આપ અને આપનો પક્ષ રાજકોટના ગરીબ-મધ્‍યમવર્ગીય લોકોના હીત માટે આ પ્‍લોટ પર રાજકોટ મહાનગર પાલિકાની હોસ્‍પિટલ બનાવો તેવી મારી આપને નાગરીક તરીકે અને કોંગ્રેસના એક આગેવાન તરીકે રજુઆત છે અને આ લોકહિતનું કાર્ય આપ કરશો તો આ કાર્યની અંદર એક રાજકોટના નાગરીકની ફરજની રૂએ આ હોસ્‍પિટલના નવનિર્માણમાં હું. રૂા.૧૧,૧૧,૧૧૧ અનુદાન હું આપીશ. અને આપ કહેશો તો આ હોસ્‍પિટલના નવનિર્માણ માટે નાણાની જરૂર પડશે તો અમો નગરજનો પાસે ફંડ ઉઘરાવવા માટેની અમારી તૈયારી છે. આ જે કાઇ વાત છે એ રાજકોટ શહેરના નગરજનોના હીત માટે વાત કરી છેઅને હમેશા કરતા રહેશું.

 

(4:02 pm IST)