Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

બે દિવસમાં જાહેરનામા ભંગના ર૦૭ કેસ

કર્ફયુ ભંગ કરનારા ૧૩૮ હોટલ, દુકાન, રેસ્‍ટોરન્‍ટ, સીઝન્‍સ સ્‍ટોર રાત્રે ખુલ્લા રાખી સોશ્‍યિલ ડીસ્‍ટન્‍સનું પાલન ન કરનારા ર૪ વેપારીઓ સામે કાર્યવાહી

રાજકોટ તા. ૧પ :.. કોરોના મહામરીમાં નવા વાયરસ ઓમીક્રોનના વધતા સંક્રમણને અટકાવવા માટે પોલીસ દ્વારા જાહેરનામાનું પાલન કરાવવામાં આવે છે ત્‍યારે બે દિવસમાં પોલીસે ર૦૭ કેસ નોંધ્‍યા છે.
કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે પોલીસ દ્વારા બે દિવસમાં શહેરના જુદા - જુદા વિસ્‍તારમાં સતત પેટ્રોલીંગ હાથ ધરી રાત્રે કર્ફયુ ભંગ કરનારા ૧૩૮, તથા સીઝન સ્‍ટોર, દુકાન, રેસ્‍ટોરન્‍ટ, હોટલ, તથા હોટલ ખુલ્લી રાખી ગ્રાહકો વચ્‍ચે સોશીયલ ડીસ્‍ટન્‍સનું પાલન ન કરનારા ર૪ વેપારીઓ તેમજ રાજય સરકાર દ્વારા વાહનમાં મુસાફરો બેસાડવાની ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં ક્ષમતા કરતા ૭પ મુસાફરો સાથે પરિવહન કરવાનું જણાવાયું છે ત્‍યારે પોલીસ દ્વારા ખાનગી ટ્રાવેલ્‍સની બસ તથા ઇકોકાર સહિત ર૭ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી તેમજ માસ્‍ક પહેર્યા વગર આટાફેરા કરતા ર૪ વ્‍યકિતને પકડી કાર્યવાહી કરી હતી.

 

(4:35 pm IST)