Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

સોમવારથી માઘસ્‍નાન

હિન્‍દુ શાસ્‍ત્ર રામાયણ પદ્મપુરાણ સત્‍સંગીજીવન વગેરે ગ્રંથમાં ‘માઘસ્‍નાન'નો મહિમા ખૂબ જ વર્ણવેલ છે. શાસ્‍ત્રમાં ત્‍યાં સુધી કહ્યું છે કે કોઈ એવું પાપ નથી કે કોઈ એવું પાણ નથી કે માઘસ્‍નાનથી નાશ ન થાય, પોષ સુદ પૂનમથી મહાસુદ પૂનમ સુધી એક માસ ચાલતુ આ માઘસ્‍નાનનું ચલણ અને મહિમા સ્‍વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ જ છે. માઘસ્‍નાનનો મહિમા જોઈએ તો પ્રાતઃ કાળે સવારે ૪ થી ૬ વાગ્‍યા સુધીમાં સ્‍નાન કરવું. જો સમુદ્ર, નદી, તળાવ હોય તો તેમા સ્‍નાન કરવું. તે શકય ન હોય તો પોતાના ઘરે અગાશી કે ખુલા સ્‍થળે આગલા દિવસે સાંજના નવા અને કોરા માટીના ‘માટલા'માં પાણી ભરીને તેનાથી વહેલી સવારે ખુલ્લામાં સ્‍નાન કરવું, સ્‍નાન કરી ભીના કપડાએ ઠાકોરજીને (ખુરશીમાં મૂર્તિ પધરાવીને) પ્રદક્ષિણા અને દંડવત પ્રણામ (બહેનોએ પંચાંગ પ્રણામ) કરવા (ટાઈમ પીરીયડમાં બહેનોએ માટલાને અડવુ નહિ પણ બીજા દ્વારા તેમાંથી ડોલમાં પાણી લઈને બાથરૂમમાં સ્‍નાન કરી શકે.) આખો મહિનો બ્રહ્મચર્યનું પાલન કરવું અને શકય હોય તો એક ટાણા, ઉપવાસ વગેરે વ્રત કરી ‘શ્રીજી'ના રાજીપાના વધુ પાત્ર બનવું, માઘસ્‍નાન કર્યા બાદ આખો મહિનો દિવસ દરમ્‍યાન પણ ગરમ પાણીથી સ્‍નાન કરવું જ નહિ. આ ઉપરાંત આખો મહિનો વિશેષ ધ્‍યાન-ભજન કરી શ્રીજી પારાયણ થવું શકય હોય તો તીર્થ-મંદિરમાં ‘ઠાકોરજી'ના સાનિધ્‍યમાં માઘસ્‍નાન કરવું કેમ કે તેનુ અનેક ગણુ ફળ મળે છે.
 પ્રવિણ કાનાબાર - રાજકોટ (મો. ૭૭૦૦૦ ૨૭૦૦૦)

 

(4:36 pm IST)