Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

મનપા દ્વારા ‘વન વીક વન રોડ' ઝુંબેશ

પેડક રોડ પરના ખાણીપીણીના વેપારીને ત્‍યાંથી ૭ કિલો અખાદ્ય ખોરાકનો નાશ : દૂધ-માવાના ૪ નમૂના લેવાયા

૭ વેપારીઓને લાયસન્‍સ બાબતે નોટીસ : ૬૩ હજારની વેરા વસુલાત : જાહેરમાં કચરો ફેંકનાર ૧૩ દંડાયા : ૬ હજારનો દંડ

રાજકોટ તા. ૧૫ : મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્‍માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્‍ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્‍કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્‍ય ૪૮ માર્ગો પર ‘વન વીક, વન રોડ' ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે ઈસ્‍ટ ઝોનમાં પેડક રોડ ખાતે અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્‍થળ પર જ ટેક્‍સ વસુલાત કરવી, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરેલ અને રોડ સારો દેખાય તે પ્રકારે કામગીરી કરવામાં આવી હતી. જેની વિગતો આ મુજબ છે.
૮ મિલ્‍કત સીલ
વન વીક વન રોડ અંતર્ગત વેરા વસુલ શાખા દ્વારા પેડક રોડ ખાતેથી ૬૨ મિલ્‍કત ધારકો પાસેથી ૨૧ લાખ ૬૩ હજાર વેરાની વસુલાત કરેવામાં આવેલ તેમજ વોર્ડ નં. ૫ માં ૦૨ અને વોર્ડ નં. ૬ માં ૦૬ મિલકતોને સીલ કરવામાં આવેલ.
ફૂડ શાખાનું ચેકીંગ
FSSA-૨૦૦૬ અન્‍વયે પેડક રોડ પરના ૪ સ્‍થળોએથી નમૂના લેવામાં આવ્‍યા હતા. જેમાં શ્રી રામ ડેરી ફાર્મ - મિલ્‍કત દૂધ, પ્રભાત ડેરી ફાર્મ - મીઠો માવો, રાધેશ્‍યામ ડેરી ફાર્મ - મીઠો માવો, આશાપુરા ડેરી ફાર્મ - મિકસ દૂધના નમૂના લેવામાં આવ્‍યા હતા.
પેડક રોડ વિસ્‍તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૪ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્‍યાન ૦૭ પેઢીને લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ. તેમજ ૦૭ કી.ગ્રા. વાસી અખાદ્ય ખોરાક સ્‍થળ પર નાશ કરેલ.
કચરો - ગંદકી સબબ દંડ
વન વીક વન રોડ અંતર્ગત પેડક રોડ પરᅠજાહેરમાં કચરો ફેંકી ગંદકી કરવા સબબ કુલ ૧૩ આસામીઓ પાસેથી રૂ. ૬,૦૦૦,ᅠકચરાપેટી ન રાખવા સબબ ૦૩ને ૧,૦૦૦નો વહીવટી ચાર્જ, પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક રાખવા તથા ઉપયોગ કરવા સબબ કુલ ૧૦ લોકો પાસેથી રૂ. ૬,૨૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ.

 

(4:38 pm IST)