Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

રાજકોટ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે અપહરણના ગુનામાં 5 વર્ષથી ફરાર શખ્સને ભોપાલ (મધ્યપ્રદેશ)થી પકડયો

નાસતા ફરતા આરોપીઓ તેમજ ગુમ અપહરણના ગુન્હાઓ ડીટેક્ટ કરવા અંગેની ડ્રાઇવ અનુસંધાને કાર્યવાહી

રાજકોટઃ એન્ટી હયુમન ટ્રાફકીંગ યુનીટ રાજકોટની ટીમે શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના આઇ.પી.સી.ક. ૩૬૩,૩૬૬ મુજબના અપહરણના આરોપીને એ. એસ. આઇ. હરપાલસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બાદલભાઈ દવે તથા હેડ.કોન્સ બકુલભાઈ વાધેલાને મળેલી બાતમીને આધારે આરોપી ભુપેન્દ્ર ઉર્ફ દંગા રમેશભાઇ ગણપતભાઇ કોહલે (રહે વાયગામ તા-મુછતાઇ તાના માસોદ જી.બૈતુલ, મધ્ય પ્રદેશ ) જે છેલ્લા પાંચ વર્ષથી ભોગ બનનારને લઇ નાસતો ફરતો હોઇ તેના પીતાજીનો કોન્ટેકટ કરી અને અંગત બાતમીદારો મારફત હકીકત મેળવતા જે આરોપી મળી આવતા કુવાડવા રોડ પોલીસને સોંપેલ છે.

વિગત એવી છે કે ફરીયાદી માનસીંગ ગંગારામ કુશવાહ પટેલ (રહે રાજકોટ અમદાવાદ હાઇવે રોડ આઇ.ઓ.સી.પ્લાટ મીત બીસ્કીટના કારખાનામા મુળ ભગતસીંહ નગર બડીમાતા મંદીરની પાછળ કોચ રાજય ઉતર પ્રદેશ) ની 16 વર્ષની દીકરી સાથે આરોપી ભુપેન્દ્ર ઉર્ફ દંગા જે અગાઉ અમદાવાદ બીસ્કીટના કારખાનામાં કામ કરતા હતા ત્યારે આરોપીને પ્રેમ સબંધ થઇ જતા સગીરાના પરિવારને ખબર પડી જતા તેણીને લઈને રાજકોટ ખાતે કામ ધંધો કરવા આવી જતા આરોપી રાજકોટથી ફરીયાદીની પુત્રીને ભગાડી લઇ ગયેલ હતો.આ બન્નેને ભોપાલ શહેર (મધ્યપ્રદેશ)ના રાજેદ્રનગર કોલોની, શેરી નં-૧૪,રૂમ નં-૧૪, કોટા ફેક્ટરીથી શોધી કાઢેલ છે. આ બનાવ બન્યા બાદથી આરોપી તથા ભોગ બનનાર બન્ને સાથે ઉપરોક્ત સરનામે રહેતા હતા.

આ કામગીરી કરનાર એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની રાહબરીમાં પો.સબ.ઇન્સ એમ.એસ.અંસારી, એ.એસ.આઇ. હરપાલસિંહ ઝાલા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા બાદલભાઇ દવે, રાજેશભાઇ ભટ્ટ તથા પો.હેડ.કોન્સ બકુલભાઇ વાઘેલા,ઝહીરભાઇ ખફીફ કીશોરદાન ગઢવી, પો.કોન્સ. ધીરેનભાઇ ગઢવી, જયુભા પરમાર, અજરૂદીનભાઇ બુખારી તથા કોન્સ. સોનાબેન મુળીયા, ભુમીકાબેન ઠાકર, ડ્રાઇવર એ.એસ.આઇ ચંદ્રકાંતભાઇ ગોંડલીયા સહિતે પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ,જેસીપી ખુર્શીદ અહેમદ, ડીસીપી પ્રવીણકુમાર મિણા, ડીસીપી મનોહરસહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરી હતી.

(5:24 pm IST)