Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

મારા અંગત હિત અને સ્વાર્થ માટે પક્ષ પલ્ટો નહિ કરૃઃ ઉમેદવારો સોગંદનામુ કરે

જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખ શ્રી તખુભા રાઠોડ મતદારોના વિશાળ હિતને લક્ષમાં રાખી ચૂંટણી લડતા તમામ ઉમેદવાર પાસે માંગણી કરે છે કે પ્રજા અને મતદારોના હિતમાં ચૂંટણી લડતા તમામ ઉમેદવારો માંગણી અંગેનું સ્પષ્ટ સોગંદનામું કરી મત માંગવા આવે.

ચૂંટણી સમયે ચૂંટણી લડતા તમામ ઉમેદવારો મતદારો સમક્ષ બે હાથ જોડી મત માટે વિનંતી કરે છે, પણ પ્રજાના અનુભવના આધારે સ્પષ્ટ થયેલ છે કે મોટા ભાગના વીજેતા ઉમેદવારો પ્રજા વચ્ચે રહેતા નથી અને પ્રજાના પ્રશ્ન અને માંગણીઓ અંગે વધુ સક્રીય અને ગંભીરતા દાખવતા નથી. જેને કારણે શહેરના મતદારોની માંગણી અને લાગણી છે કે અમારી નીચે મુજબની માંગણી અંગેનું સ્પષ્ટ સોગંદનામું લઈ મતદારો સમક્ષ આવે.

મતદારો અને પ્રજાની ઉમેદવાર સમક્ષની માંગણીઓ

(૧) હું ચૂંટાયા બાદ કોઈપણ સંજોગોમાં મારા વ્યકિતગત હિત, સ્વાર્થ કે પદ માટે લોભ, લાલચ ને આથિંક હિત માટે પક્ષ પલ્ટો કરીશ નહી., (૨) હું સ્વેચ્છાએ પ્રજાની સેવા કરવા માટે જાહેર જીવનમાં આવેલ હોવાથી પ્રજાના ટેકસમાંથી મળતા કોઇપણ પ્રકારના ભથ્થા, સીટીંગ ફી કે અન્ય આર્થીક લાભ મેળવીશ નહી.,(૩) મારા મત વિસ્તારના પ્રશ્ન અને મુશ્કેલીઓનો કાયમી ધોરણે ઉકેલ ન આવે ત્યાં સુધી સતત સક્રીય અને જાગૃત રહીશ., (૪) મહાનગરપાલિકાનું શાસન સંપર્ણપણે ભ્રષ્ટાચારમુકત બને તે માટે ભ્રષ્ટાચાર અને ગેરરીતીઓ અંગે પુરી તાકાતથી જાહેરમાં અવાજ ઉઠાવી અને હું પણ કોઈપણ ગેરકાયદેસર કે ભ્રષ્ટાચાર કૃત્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામેલ નહી થાઉ, તેની ખાત્રી આપું છું., (૫) મારા મત વિસ્તારના તમામ ક્ષેત્રે ચૂંટણી પહેલા દાખવેલ સંપર્ક અને સક્રીયતા ચૂંટણી બાદ પણ સતત જાળવી રાખીશ.,(૬) મારા સંપર્ણ મત વિસ્તારનો સમતોલ વિકાસ થાય તેવા મારા સનિષ્ઠ પ્રયાસો હશે., (૭) હું ચૂંટાયા બાદ દર મહિને એક વખત મારા મત વિસ્તારમાં પગપાળા ફેરણી કરી પ્રજાની મુશ્કેલીઓ અને માંગણીઓ અંગે માહિતગાર થઈશ.

આ સોગંદનામાના આધારે ભવિષ્યમાં કોઇપણ મતદાર તેના હકક અને હિત માટે આ સોગંદનામા ભંગ બદલ અદાલતી કાર્યવાહી કરી શકશે.

તખ્તસિંહ (તખુભા) રાઠોડ

મો.૯૮૨૪૨ ૧૬૧૩૦

(12:47 pm IST)