Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

રાજકોટમાં બપોર સુધીમાં ૭ કેસ

શહેરમાં આજ દિન સુધીમાં કુલ કેસનો આંક ૧૫,૬૯૧ પહોંચ્યોઃ ૧૫,૩૯૩ લોકો સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૧૪ ટકા

રાજકોટ, તા.૧૫:  વૈશ્વિક મહામારી કોરોનાના શહેરમાં બપોર સુધીમાં ૭ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૭  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૫,૬૯૧ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી  ૧૫,૩૯૩ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૮.૧૪ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ  ૭૬૫ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૧  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૫૩ ટકા થયો  હતો. જયારે ૨૭ દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫,૮૨,૫૩૧ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫,૬૯૧  સંક્રમીત થતા પોઝિટિવ રેટ -૨.૬૯ ટકા થયો છે.

(3:16 pm IST)