Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજીને ફગાવી દેતી કોર્ટ

રાજકોટ તા. ૧પઃ ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ગુન્હાના આરોપીની આગોતરા જામીન અરજી અદાલતે રદ કરી હતી.

ગત તા. ર૯-૧-ર૧ના રોજ ડી.સી.બી. પોલીસે ઉદયનગર-૧ શેરી નં. ૧ શારદારનગર મેઇન રોડ વાળા સ્થળે ઇંગ્લીશ દારૂ ભરેલ બોલેરો ગાડી તથા ફોર્ડ કંપનીની ફીએસ્ટા ગાડી પકડી પાડેલ અને બન્ને કારમાંથી ૩ર૦ બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવેલ સ્થળ ઉપર પોલીસે તપાસ કરતા કોઇ આરોપીઓ મળી આવેલ નહીં તેથી પોલીસે બન્ને કાર તથા દારૂની બોટલ પંચનામાંકરી કબજે કરેલ અને તપાસમાં બોલેરો ગાડીનો માલીક જયપાલસિંહ મહીપતસિંહ ઝાલા હોવાનું જાણવા મળતા પોલીસે તેની ધરપકડની કાર્યવાહી શરૂ કરતા આરોપી જયપાલસિંહ ઝાલાએ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન મળવા અરજી કરેલ.

આ અરજી સામે સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે દારૂ ભરેલ બોલેરોના માલીક આરોપી હોવાનો પુરાવો મળી આવેલ છે અને આરોપી સામે અગાઉ ૧૧ થી વધુ ગુન્હા નોંધાયેલ છે અને જો જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુન્હા કરશે તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી પી. એન. દવેએ આરોપીનો આગોતરા જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે એપીપી મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(3:18 pm IST)