Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ભાજપના રાજમાં વોર્ડ નં. ૩ના માધાપર-મોમાયાધારના લોકો પ્રાથમિક સુવિધાથી વંચીતઃ કોંગ્રેસના ઉમેદવારોને ભારે આવકાર

રોડ, રસ્તા, પાણી, ગટરના નામે મીંડુઃ કોંગ્રેસના વોર્ડ નં. ૩ના સક્રિય ઉમેદવાર શ્રીમતી ગાયત્રીબા વાઘેલા, દિલીપ આસવાણી, દાનાભાઈ હુંબલ, કાજલબેન પુરબીયાની તરફેણમાં મતદાનનો લોકોનો સંકલ્પ

રાજકોટ, તા. ૧૫ :. વોર્ડ નં. ૩માં નવા ભળેલા માધાપર સહિતના વિસ્તારોની પ્રજા ભાજપના રાજમાં રોડ, રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાથી વંચીત છે. ચોમાસામાં આ લોકોની હાલત બદતર બની જતી હોવાનો રોષ ઠેર ઠેર વ્યકત થઈ રહ્યો છે. આ વિસ્તાર અત્યાર સુધી ઘંટેશ્વર-માધાપર ગ્રામ પંચાયત હેઠળ આવતો હતો. આ ગ્રામ પંચાયતોનું ભાજપની સત્તા હતી છતાં ડામર કે સિમેન્ટના રોડ તો દૂર અહીંયા ગાડા માર્ગથી પણ ખરાબ ઉબડખાબડવાળા રસ્તાઓ પસાર કરી લોકોને પોતાના ઘરે અને કામધંધા પર જવુ પડે છે. ગ્રામ પંચાયત આધારીત પાણી યોજનાના નળ તો મોમાયાધાર સહિતના વિસ્તારોમાં ચોકેચોકે જોવા મળે છે, પણ આ નળમાં પાણીના બદલે હવા આવે છે. ગંદા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. ગ્રામ પંચાયતના સભ્યો વર્ષોથી સુવિધાના વચનો આપી ચાલ્યા જાય છે, પરંતુ ચૂંટણી પત્યા પછી આ પ્રશ્નોના નિકાલ માટે કોઈ પગલા લેવાતા નહિ હોવાનો રોષ સ્થાનિક લોકોએ વોર્ડ નં. ૩ના છેલ્લા ૧૦ વર્ષથી કોંગ્રેસની સીટ ઉપર ચૂંટાતા રહેલા સક્રિય મહિલા ઉમેદવાર શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, સેવાના ભેખધારી ઉમેદવાર દિલીપભાઈ આસવાણી, કાજલબેન પુરબીયા અને દાનાભાઈ હુંબલ સમક્ષ વ્યકત કર્યો હતો અને ભાજપના કોઈપણ ઉમેદવાર અહી નહીં ફરકયાનો વસવસો દર્શાવ્યો હતો. કોંગ્રેસના આ ખંતીલા ઉમેદવારોને આ વિસ્તારના લોકોએ ૨૧મી તારીખે તેમની તરફેણમાં મતદાનનો કોલ આપી હર્ષભેર વધાવી લીધા હતા. માધાપર, મોમાયાધાર, વિનાયકવાટીકા, શેઠનગર, નંદનવન સહિતના આ વિસ્તારોમાં ગાયત્રીબાના નેજાતળેની પેનલે પદયાત્રા યોજી લોકોના પ્રશ્નો સાંભળી તેમના નિકાલનુ વચન આપ્યુ હતું. કોંગ્રેસના ઉમેદવારો સાથે આ વિસ્તારના હુસેનભાઈ અંસારી, મુસ્તુફાભાઈ અંસારી, સતવારા સમાજના વલ્લભભાઈ ખંધાર, કોળી સમાજના અલ્પેશભાઈ સીપરીયા, નિતીનભાઈ સોલંકી, ભરવાડ સમાજના લક્ષ્મણભાઈ વરૂ, વાલ્મિક સમાજના દિપકભાઈ ગડીયલ, બ્રિજેશભાઈ રાજપૂત, સતિષભાઈ ઓઝા, વિકાસ સહાની, આહીર સમાજના સુતુરભાઈ યાદવ, શબ્બીર અંસારી ઉપરાંત કોંગ્રેસના ખેમચંદભાઈ મદીયાણી, દિપકભાઈ ભાટીયા,  મનુભાઈ કોટક, પિન્ટુભાઈ પુરબીયા, હરીભાઈ વાસદેવાણી, મનુભાઈ સોનારા, જયેશભાઈ વિરડા, હરીભાઈ બાલાસરા, મેરામભાઈ ચાવડા, પી.આર. આહીર, હિતેશભાઈ ગોસ્વામી, કમલેશભાઈ ચૌહાણ, રાજુભાઈ ગોરી, તુષારભાઈ દવે સહિતના કાર્યકરો જોડાયા હતા.

(3:20 pm IST)