Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

સિવિલ હોસ્પિટલના સર્જીકલ વોર્ડ સામે અજાણ્યા પ્રૌઢનું મોત

રાજકોટ, તા.૧૫: શહેરની સિવિલ હોસ્પિટલના સર્જીકલ વોર્ડ સામે બેભાન હાલતમાં અજાણ્યા પ્રૌઢનું મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલના સર્જીકલ વોર્ડની સામે એક અજાણ્યો પ્રૌઢ (ઉ.વ.૫૫) બેભાન હાલતમાં પડેલ હોઇ તેને સારવાર માટે ખસેડવામાં આવતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક અજાણ્યા વૃધ્ધે મોઢે દાઢી ડોકમાં બે માળા પહેરેલ છે. જીણી ચેકસવાળો લાલ કલરનો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. જો કોઇ આ પ્રૌઢના સગા સંબંધી હોય તો પ્રનગર પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૧-૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:22 pm IST)