Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

વિદેશી દારૂના ગુનામાં નાસતા-ફરતા યુનુસ અને રમેશ પકડાયા

રાજકોટ, તા.૧૫: આજીડેમ પોલીસ મથકના વિદેશી દારૂના બે અલગ અલગ ગુનામાં નાસતા-ફરતા બે શખ્સોને આજીડેમ પોલીસે પકડી લીધા છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની સૂચનાથી આજીડેમ પોલીસ મથકના પી.આઇ. વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એમ.ઝાલા, હેડ કોન્સ કૌશેન્દ્રસિંહ, કોન્સ ધર્મેન્દ્રસિંહ, કુલદીપસિંહ, શૈલેષભાઇ, જયપાલભાઇ, ભીખુભાઇ તથા ઉમેદભાઇ સહિત પેટ્રોલિંગમાં હતા ત્યારે કોન્સ જયપાલભાઇ અને ઉમેદભાઇને મળેલી બાતમીના આધારે આજીડેમ પોલીસ મથકમાં પકડાયેલ વિદેશી દારૂના ગુનામાં સાત મહિનાથી ફરાર યુસુબ હારૂનભાઇ ગોગદા (ઉ.વ.૩૦) (રહે. હુસેની ચોક શેરી નં.૩ મૂળ જસદણ)ને પકડી લીધો હતોે. તેમજ કોન્સ ધર્મેન્દ્રસિંહ અને કુલદિપસિંહને મળેલી બાતમીના આધારે દારૂના ગુનામાં ૧૪ માસથી ફરાર રમેશ ઉર્ફે ટકો કાળુભાઇ રાઠોડ (ઉ.વ.૨૩) (રહે. સહજાનંદનગર શેરી નં.૩)ને પકડી લીધો હતો.

(3:22 pm IST)