Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

શહેરમાં બપોર સુધીમાં ૧૯૭ હેલ્થ વર્કર્સને વેકસીનનો બીજો ડોઝ અપાયો

આજ દિન સુધીમાં કુલ ૧૯,૪૯૭ હેલ્થ-ફ્રન્ટલાઇન વર્કર્સે પ્રથમ તબક્કાની વેકસીન મુકાવી

રાજકોટ,તા.૧૫: શહેરમાં ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલ કોરોનાની વેકસીનનાં અભીયાનાનાં પ્રથમ તબક્કામાં હેલ્થ-ફ્રન્ટલાઇન વર્કર્સને વેકસીનનો પ્રથમ ડોઝ અપાવામાં આવી રહ્યો છે. જેમને પ્રથમ ફોઝનાં ૨૮ દિવસ પૂર્ણ થયા છે. તેઓને  આજે શહેરમાં ૬ સ્થળોએ કોરોનાની વેકસીનનો બીજો ડોઝ આપવાની કામગીરીનો પ્રારંભ થયો છે ત્યારે બપોર સુધીમાં ૧૯૭ હેલ્થ વર્કર્સને વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં આજ તા૧પ સુધીમાં કુલ ૧૯૪૯૭ હેલ્થ કોરોના વોરિયર્સ અને કફ્રન્ટલાઇન વર્કસને કોરોના સામેની વેકસીન આપવામાં આવી છે.

જયારે આજે તા૧પ થી શરૂ થયેલ બીજા તબક્કામાં બપોરે ૧ સુધીમાં ૧૯૭ હેલ્થ વર્કર્સ વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો.

(4:04 pm IST)