Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

સ્વસ્તિક પોલીસ સ્ટોરના ૩૩માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે ગ્રાહકોને ૩૦ % વળતર સાથે ૩ ભેટ

રાજકોટ,તા. ૧૫: સૌરાષ્ટ્રના જાણીતા વેપારી અગ્રણી ગૌસેવક સ્વ. મહેન્દ્રભાઇ શ્રીમાંકરના આર્શીવાદમયી પેઢી સ્વસ્તિક પોલીસ સ્ટોર (મોટી ટાંકી ચોક)નો આવતીકાલે ૧૬ ફેબ્રુઆરી, મંગળવારે (વસંત પંચમીના) સફળતાના ૩૩માં વર્ષમાં મંગલ પ્રવેશ થશે.

શ્રીજી બાવાના શુભાશિષ અને આપ સૌના સાથ, સહકાર, પ્રેરણા, હુફ અને માર્ગદર્શથી સંદિપભાઇ શ્રીમાંકર તથા હાર્દિક શ્રીમાંકર સંચાલિત સ્વસ્તિક પોલીસ સ્ટોર સફળતાના અનેક સોપાનો સર કર્યા છે. ૩૩માં વર્ષમાં મંગલ પ્રવેશે ગ્રાહકલક્ષી અભિગમના ભાગ રૂપે ફકત વસંત પંચમીના શુભ દિવસે સ્વસ્તિક પોલીસ સ્ટોરમાં મુલાકાત લેનાર દરેક ગ્રાહકને ૩૦ % જેટલુ માતબાર ડિસ્કાઉન્ટ તથા ૩ ભેટની યોજના જાહેર કરી છે. આ યોજનાના ભાગ રૂપે દરેક ગ્રાહક/ મુલાકાતીને સ્વસ્તિક પોલીસ સ્ટોરમાં કોઇ પણ ખરીદી પણ ફલેટ ૩૦ % ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ઉપરાંત દરેક ગ્રાહક / મુલાકાતીને સેવાકીય પ્રવૃતિના ભાગ રૂપે ૩ ભેટ (૧) પક્ષીઓને પાણી પીવા માટે કુંડા, (૨) પક્ષીઓ માટે માળો, (૩) ૧૦૦% વોશેબલ કોટન ડબલ લેયર માસ્ક આપવામાં આવશે.

સમગ્ર યોજના સફળ બનાવવા માતૃશ્રી ગં.સ્વ. મધુરીબેન મહેન્દ્રભાઇ શ્રીમાંકરના આર્શીવાદથી સ્વસ્તિક પોલીસ સ્ટોરની ઉત્સાહી ટીમ સંદિપ શ્રીમાંકર (૯૦૯૯૦ ૧૪૦૧૨), હાર્દિક શ્રીમાંકર (૭૪૨૪૯ ૮૨૧૨૬), સપના શ્રીમાંકર, અદિતી શ્રીમાંકર, હનીફ ફુલાણી, ભગીરથ ડોડીયા, હાર્દિક ચુડાસમા, નિકુંજ ભોજક, રાજુ આમેટા, અભિષેક રૈયાણી, અમન જોશી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

આ પ્રસંગે તમામ મિત્રો, શુભેચ્છકો, સગા, સંબંધીને આર્શીવાદ આપવા, ઉજવણીમાં સહભાગી થવા સ્વસ્તિક પોલીસ સ્ટોર, મહાવીર એપાર્ટમેન્ટ, મોટી ટાંકી ચોક, રાજકોટ તરફથી ભાવસભર આમંત્રણ અપાયું છે.

(4:05 pm IST)