Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

વિદેશી દારૂના ગુનામાં દોઢ વર્ષથી ફરાર દિપક અને પ્રહલાદસિંહ પકડાયા

કુવાડવા રોડ અને પ્રનગર પોલીસે બનેની ધરપકડ કરી

રાજકોટ,તા.૧૫ : કુવાડવા અને પ્રનગર પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં વિદેશી દારૂના કેસમાં દોઢ વર્ષથી ફરાર બેદ શખ્‍સને કુવાડવા રોડ પોલીસે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સૂચના આપતા કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. પી.ેજી. રોકડીયા, એએસઆઇ હિતેન્‍દ્રસિંહ ઝાલા, હેડ કોન્‍સ અરવીંદભાઇ, જયંતીભાઇ, કિશોરભાઇ મુકેશભાઇ, વિરદેવસિંહ, દેવેન્‍દ્રસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે હેડ કોન્‍સ. અરવીંદભાઇ અને વિરદેવસિંહને મળેલી બાતમીના આધારે દિપક વેલાભાઇ રાઠોડ (ઉવ.૨૭) (રહે. ગોકુલનગર શેરીનં.૫ સંતકબીર રોડ)ને પકડી લીધો હતો. દિપક કુવાડવા રોડ પોલીસમથકમા પકડાયેલ વિદેશી દારૂના કેસમાં દોઢ વર્ષથી ફરાર હતો.

જ્‍યારે પ્રનગર પોલીસ મથકના પસી.આઇ. એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી. પટેલ, હેડ કોન્‍સ દેવશીભાઇ, વિજયરાજસિંહ, યુવરાજસિંહ કુલદિપસિંહ, અક્ષયભાઇ, પ્રદીપસિંહ, અશોકભાઇ, મહાવીરસિંહ તથા હોમગાર્ડ ધમેન્‍દ્રસિંહ સહિત પેટ્રોલીગમાં હતા ત્‍યારે હેડ કોન્‍સ વિજયરાજસિંહ અને કુલદિપસિંહને મળેલી બાતમીના આધારે રેલનગર આસ્‍થા ચોક પાસેથી પ્રહલાદસિંહ ઉર્ફે પપ્‍પુ ઉર્ફે કાળોનાગ ભાનુભા જાડેજા (ઉવ.૪૨) (રહે. રેલનગર શિતલ પાર્ક શેરીનં.૨ બ્‍લોક નં ૨૮)ને પકડી લીધી કાર્યવાહી કરી હતી. તે પ્રનગર પોલીસ મથકમાં દારૂના કેસમાં દોઢ વર્ષથી ફરાર હતો.

(4:11 pm IST)