Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

શિવવિહાર સોસાયટીમાં મકાનમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો : દારૂની ૪૪ બોટલ કબ્‍જે

હાર્દિક બોદરની શોધખોળ : રૂા. ૧૫ હજારની મત્તા કબ્‍જે

રાજકોટ તા. ૧૫ : મોરબી રોડ પર શિવવિહાર સોસાયટીમાં આવેલા એક મકાનમાં ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી દારૂની ૪૪ બોટલ કબ્‍જે કરી હતી. મળતી વિગત મુજબ મોરબી રોડ શિવવિહાર સોસાયટીમાં એક મકાનમાં વિદેશી દારૂનો જથ્‍થો પડયો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ. સમીરભાઇ શેખ અને અજીતસિંહને બાતમી મળતા પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એસ.સોનારા, હેડ કોન્‍સ. સમીરભાઇ, અજીતસિંહ તથા નિલેશભાઇ સહિતે દરોડો પાડી મોરબી રોડ પર શિવવિહાર સોસાયટી શેરી નં. ૧માં હાર્દિક રમેશભાઇ બોદરના મકાનમાં દરોડો પાડી રૂા. ૧૫,૬૦૦ની કિંમતની દારૂની ૪૪ બોટલ કબ્‍જે કરી હતી. જ્‍યારે હાર્દિક રમેશભાઇ બોદરની શોધખોળ હાથ ધરી છે.

(4:12 pm IST)