Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

હદપાર કરાયેલો નામચીન ઇભલા કાથરોટીયાનો ભાઇ સલીમ ઉર્ફે સલીયો પકડાયો

રાજકોટ તા. ૧૫ : શહેરના ચુનારાવાડ ચોક પાસેથી હદપાર કરાયેલ નામચીન ઇભલા કાથરોટીયાના ભાઇને ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે શહેરમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ એએસઆઇ બીપીનદાન ગઢવી તથા કોન્‍સ. કરણભાઇ મારૂ સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે બાતમીના આધારે નામચીન ઇભલો કરીમભાઇ કાથરોટીયાનો ભાઇ સલીમ ઉર્ફે સલીયો કરીમભાઇ કાથરોટીયા (ઉ.વ.૨૨) (રહે. મોરબી રોડ, શાળા નં. ૭)ની સામે, જુના સીટી સ્‍ટેશન પાસે)ને ચુનારાવાડ ચોક નજીક બેઠાપુલ પાસેથી ઝડપી લીધો હતો. સલીમ ઉર્ફે સલીયાને એક વર્ષ માટે શહેર અને જિલ્લામાંથી હદ પાર કરાયો છે.

(4:13 pm IST)