Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ખેડુતોના અને ગામ વિકાસના કામો ઉકેલે તેવા ઉમેદવારને સાથ આપજો : ભા.કિ.સં.

રાજકોટ તા. ૧૫ : સ્‍વરાજયની ચુંટણી આવી છે. ત્‍યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઉમેદવાર પસંદગીમાં પક્ષ ધ્‍યાને લેવાને બદલે જે ઉમેદવાર ખેડુતો અને ગામના વિકાસના કામોમાં મદદરૂપ થઇ શકે તેમ હોય તેને જ સાથ આપવા ભારતીય કિસાન સંઘ રાજકોટના આગેવાનોએ અપીલ કરી છે.

ભાજપ, કોંગ્રેસ, આપ, એનસીપી કે પછી કોઇપણ પક્ષનો ઉમેદવાર હોય જે ખરેખર ઉપયોગી બને તેમ હોય તેવા ઉમેદવારને ચુંટી કાઢવા જોઇએ. ગામડાના પ્રશ્‍નો જેવા કે એક બીજા ગામડાને જોડતા રસ્‍તાના કામો, કોઝવેના કામો, તુટેલા ચેકડેમોનું સમારકામ, રોઝ ભુંડનો ત્રાસ, ખેતી માટે વિજળી સહીતની સમસ્‍યાઓ ઉકેલી આપવા જે સક્ષમ હોય તેમની પસંદગી કરવા અંતમાં ભારતિય કિસાન સંઘ રાજકોટના પ્રમુખ દીલીપભાઇ સખીયા સહીતના આગેવાનોએ અનુરોધ કરેલ છે.

(4:18 pm IST)