Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

વોર્ડ નં.૨ના ભાજપની પેનલના ઉમેદવારોના સમર્થનમાં રેસકોર્ષ પાર્કમાં લોક સંમેલન

રાજકોટઃ આગામી ૨૧ ફેબ્રુઆરી પાંચ દિવસ પછી યોજાનાર અને ૨૩મી જાન્યુ. મતગણતરી થનાર રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવ્યો છે. વોર્ડ નં.૨ના ભાજપના ઉમેદવારો મનિષભાઈ રાડિયા, જયમીન ઠાકર, દર્શિતાબેન શાહ અને મીનાબા જાડેજાએ તેમના કાર્યકરોની વિશાળ ટીમ સાથે છેલ્લાં બે દિવસમાં જામનગર રોડને લાગુ શિતલ પાર્ક, અવંતિકા પાર્ક, મોચીનગર, બજરંગવાડી, શહેરનો છેવાડાનો વિકસિત રેલનગર વિસ્તારમાં લોકસંપર્ક દરમ્યાન પ્રચંડ સમર્થન અને મતદારો સાથેના સીધા સંવાદમાં લોકો ભાજપના ઉમેદવારોને ચૂંટી કાઢવાના કોલ આપી રહ્યા હતાં, આ દ્રશ્યો જોઈને હરીફ ઉમેદવારોની છાવણીમાં સોંપો પડી ગયો હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ વિસ્તારોના લોકસંપર્કમાં ભાજપના ઉમેદવારોની પેનલ સાથે વોર્ડ નં.૨ના ભાજપ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, મહિલા વોર્ડ પ્રમુખ દીપાબેન કાચા, અતુલભાઈ પંડિત વગેરેનાં નેતૃત્વમાં તેઓની વિશાળ કાર્યકરોની ટીમના કમલ ભટ્ટ, ઉદય સોમૈયા, ગૌતમ વાળા, ગુલાબ સિંહ જાડેજા, જયદીપસિંહ ચૌહાણ, ડો.પ્રિતેશ પોપટ, જયકિશન ઝાલા, અજયસિંહ જાડેજા, અમીબેન, સીમાબેન અગ્રવાલ, જયશ્રી બા જાડેજા, ભાવનાબેન પોપટ, પ્રભાબેન બારડ, દક્ષાબા જાડેજા, રંજનબેન સોલંકી, પુનમબેન વાડોદરિયા વગેરે વિશાળ સંખ્યામાં કાર્યકરો જોડાયા હતાં, આ વિસ્તારમાં ઘરે ઘરે ઉમેદવારોની પરિચય પત્રિકા આપીને મતદારો સાથે સીધા સંવાદમાં ભાજપના ઉમેદવારોને જ વિજયનો કોલ આપી રહ્યા હતાં, ઠેરઠેર આ દ્રશ્યો સર્જાતા હરિફ ઉમેદવારોની છાવણીમાં સોંપો પડી ગયો હતો.

ગઈકાલે એરપોર્ટ રેલ્વે ફાટક પાસેના રેસકોર્ષ પાર્ક અને મારૂતીનગર વિસ્તારના લોકસંપર્ક સમાપનમાં આ વિસ્તારમાં આવેલ ''સરસ્વતી વિદ્યામંદિર'' ખાતે આ વિસ્તારના લોકો સાથે વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં રાજકોટ શહેરભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજ અને વોર્ડ નં.૨ની ભાજપની પેનલના ચારેય ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતાં.

સંમેલનમાં ઉપસ્થિત વિશાળ જનસૂમદાયને સંબોધતાં અંજલીબેન રૂપાણીએ કહ્યું હતું કે, ''રેસકોર્ષ પાર્ક અને મારૂતિનગર ભાજપના વીઆઈપી-વિસ્તારો છે, અહિ ભાજપ કયારેય હાર્યું નથી, આ વિસ્તારોએ ગુજરાતને એક મુખ્યમંત્રી આપ્યા છે, દિવંગત કેશુભાઈ પટેલ જીવનના છેલ્લાં કેટલાંય વર્ષો સુધી આ વિસ્તારમાં જ રહેતાં હતા.''

નિતીનભાઈ ભારદ્વાજે કહ્યું કે, ''આ વોર્ડમાં ફરી બીજી વખત ચૂંટણી લડી રહેલાં ભાજપના ઉમેદવારો વિતેલાં પાંચ વર્ષ દરમ્યાન સક્રિય અને પ્રજાની સાથે રહ્યા છે, તેના પૂરાવા આપાવાની જરૂર નથી. એ આપ પણ જાણો છો. કોંગ્રેસના નેતા અને કહેવાતાં કાર્યકરો પાંચ વર્ષમાં કયારેય વોર્ડમાં ફરકયા નથી, ચૂંટણી સમયે જ જોવા મળે છે, વર્ષાઋતુના દેડકાઓ છે. વરસાદ આવે એટલે ડ્રાઉં ડ્રાઉં કરતાં દરની બહાર નીકળે, વર્ષા ઋતુ પૂરી થાય એટલે ફરી પાછા દરમાં ઘુસી જાય છે.''

ભાજપ ઉમેદવારોના સમર્થનમાં લોક સ્નેહમિલનનું આયોજન રેસકોર્ષ પાર્ક પરિવારના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હોવાનું યાદીમાં જણાવ્યું છે.

આ સંમેલનમાં વોર્ડનં.૨ના ભાજપ હોદ્દેદારો, લોકસંપર્કના કાર્યકરોની ટીમ, આ વોર્ડના પ્રબુધ્ધ નાગરિક મતદારો અજયભાઈ ધીયા, નિલેશભાઈ બગડાઈ, બાબુભાઈ પટેલ, રાજુભાઈ લાખાણી, જયેશભાઈ માનસાતા, ઉદયસિંહ રાઠોડ, પારસભાઈ મોદી, રોહિતભાઈ ધોળકિયા, રજનીભાઈ વાઢેર, દિલીપભાઈ વોરા, ભાવેશભાઈ ટીલાળા, પ્રદિપ ગોહેલ, અભિષેક લાખાણી, રાજુભાઈ વિરડા, હર્ષવર્ધનસિંહ ગોહિલ, હીનાબેન સંઘવી, દિપાબેન શાહ, મંજુલાબેન પટેલ, ભુવનેશ્વરીબા ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

(4:39 pm IST)