Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

માધાપર બસ ડેપો શરૃઃ ૭૦ ટ્રીપો મુકાઈ

જામનગર-જૂનાગઢ-મોરબી રૂટની બસો સવારે ૬થી રાત્રે ૧૦II સુધી મળશે

રાજકોટ, તા. ૧૫ :. રાજકોટ એસ.ટી. ડિવીઝને ઢેબર રોડ પરના નવા બસ પોર્ટનું ટ્રાફીક ભારણ ઘટાડવા આજથી માધાપર બસ ડેપો જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે કલેકટરે ફાળવેલ ૧૦ હજાર ચો.મી. જગ્યા ઉપર શરૂ કરી દીધો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બસ ડેપો ઉપર કુલ ૪ પ્લેટફોર્મ, ડેપો ઈન્ચાર્જની કેબીન, શૌચાલય, પાણી સહિતની સુવિધા ઉભી કરાઈ છે. જામનગર-જૂનાગઢ તથા મોરબી રૂટ તરફથી કુલ ૭૦ ટ્રીપો ઢેબર રોડ પરના બસ પોર્ટ પરથી માધાપર ડેપો ટ્રાન્સફર કરી દેવાઈ છે.(

(4:40 pm IST)