Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

વોર્ડ નં.૭ની ભાજપની પેનલને યંગીસ્તાનનું પ્રચંડ સમર્થન

રાજકોટઃ  કોઈ રાજકીય કથાનક વાળી ફિલ્મના દ્રર્શ્યો યાદ આવી જાય એવું હવે વોર્ડ નં ૭ની ભાજપની પેનલના ચૂંટણી પ્રચારમાં દેખાઈ રહ્યું છે. આ પેનલને વિદ્યાર્થિનીઓના મોટા સમૂહે જીતાડવાની ખાતરી આપી હતી.  યુવા પેઢીનું પ્રતિનિધિત્વ આ પેનલમાં અત્યંત હોવાથી આ પેનલને વિદ્યાર્થિનીઓનું ભરપુર સમર્થન મળતું હોવાની યાદીમાં જણાવાયું છે.

૧૫૦૦થી વધુ છાત્રાઓ એ એક થઈને વોર્ડ નંબર ૭ માંથી ભાજપના ઉમેદવાર ડો. નેહલ શુકલ, દેવાંગ માંકડ,  જયશ્રી બહેન ચાવડા તથા વર્ષાબહેન પાંધીને જીતાડી આપવા મકકમ નિર્ધાર વ્યકત કર્યો હતો. સમગ્ર પરિસર ''રાજકોટ મકકમ, ભાજપ સાથે અડીખમ ''  સૂત્રથી ગાજી ઉઠયું હતું.  બધા વિદ્યાર્થિનીઓના વાણી, વર્તન માં જબ્બર ઉત્સાહ વર્તાતો હતો. કોંગ્રેસના ઉમેદવાર કોણ છે, ગયા વખતે કોણ હતા એમનું નામ પણ કોઈને ખબર નથી. ભાજપના ઉમેદવાર ડૉ. નેહલ શુકલની સ્વચ્છ વ્યકિત તરીકેની કામગીરી, ઉચ્ચ શિક્ષણ સાથે નો એમનો સંબંધ એ બધી વાતની અસર વિદ્યાર્થીનીઓ પર છે.

ન્યુ જાગનાથ પ્લોટ અને જનતા સોસાયટી વચ્ચે કેટલાક લોકોએ ભાજપની પેનલને કહ્યું હતું કે તમે અમારા માટે એટલા કામ કર્યા છે કે તમારે મત માગવા આવવાની જરૂર જ નથી. તમારે સીધું જ વિજય સરઘસ કાઢવાનું છે.  પાણી, ગંદકીની મુશ્કેલી માથી ભાજપે જ મુકિત અપાવી છે.

 કિસાનપરા ચોકથી શરૂ કરી શકિત કોલોની,જનતા સોસાયટી,સરદાર નગર વેસ્ટ,રામકૃષ્ણ નગર વેસ્ટ, સર્વોદય વગેરે વિસ્તારોમાં લોકસંપર્ક ભાજપે કર્યો હતો. બધે જ ઉમેદવારોનું સ્વાગત કરાયું હતું અને ભવ્ય આવકાર અપાયો હતો. વોર્ડ નંબર ૭ માં હવે ભાજપની લીડ કેટલી રહેશે એની જ વાત છે. હાર જીતનો તો સવાલ જ નથી. હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(4:42 pm IST)