Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ત્રંબામાં કોંગી ઉમેદવારને ખેડવવા પ્રયાસ? આકર્ષક ઓફરની ચર્ચા

ભૂપત બોદરનો રસ્તો સરળ બનાવવા હાથ ધરાયેલ ઓપરેશન અટકયું : ભાજપ વર્તુળોમાં ગરમ ચર્ચાનો માહોલઃ કોંગી ઉમેદવાર અજ્ઞાતવાસમાં

રાજકોટ, તા., ૧૫: જિલ્લા પંચાયતની ત્રંબા બેઠકના કોંગીના ઉેમેદવાર નસીતને હટાવવા માટે ભાજપ પ્રેરીત પ્રયાસ થયાનું જાણવા મળે છે. કોંગ્રેસે પુર્વ સાવચેતી માટે  પોતાના ઉમેદવારને આવતીકાલે સાંજ સુધીમાં અજ્ઞાતવાસમાં મોકલી દીધાની ચર્ચા છે.

ત્રંબા બેઠક પર ભાજપ વતી ભુપત બોદર ચુંટણી લડી રહયા છે તેઓ પંચાયતના પ્રમુખ પદના સંભવીત ઉમેદવાર ગણાય છે. ભાજપના અમુક લોકોએ સહકારી ક્ષેત્રના સંબંધોનો ઉપયોગ કરીને હરીફ ઉમેદવારને ફોર્મ પાછું ખેચાવવા આકર્ષક ઓફર સાથે પ્રયાસ કર્યાની ચર્ચા છે. જો કે હજુ સુધી ઓપરેશન પાર પડયું નથી. કાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે. ભાજપનો સતાવાર ઇન્કાર છતા ચર્ચાનો માહોલ ગરમ છે.

દરમિયાન કોંગ્રેસના નેતા અર્જુન ખાટરીયાએ આજે જણાવેલ કે, અમારા બે ડમી ઉમેદવાર બાબતે આ અવિશ્વાસ ઉઠેલ. તપાસ કરતા તેમાં તથ્ય માલુમ પડેલ નથી.

ત્રંબાના કોંગ્રેસના ઉમેદવાર પંકજ નસીત મારી સાથે  જ છે. તેમને ફોર્મ ખેંચવા કોઇ એ ઓફર કે દબાણ નહી કર્યાનું તેમનું કહેવું છે.

(4:43 pm IST)