Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

પરિણામો ભાજપ-કોંગ્રેસ માટે આઘાતજનક હશેઃ ગોપાલભાઇ

'આપ'ના પ્રદેશ પ્રમુખ 'અકિલા'ની મુલાકાતેઃ લોકો વિકલ્પને મત આપશે : અમે ઢંઢંેરા નહિ, ગેરન્ટી આપી છેઃ ભાજપ-કોંગ્રેસથી કંટાળેલા લોકો કામ કરનારાને મત આપશેઃ અજિત લોખિલ

'આપ'ના નેતાઓ ગોપાલભાઇ ઇટાલિયા (મો.નં. ૯૦૩૩૧ ૪૫૨૧૫), અજિત લોખિલ (મો.નં. ૯૦૬૭૭ ૭૮૮૯૪) રાજેશ પાનસુરિયા, દિલીપસિંહ નજરે પડે છે.

રાજકોટ તા. ૧પ : ગુજરાતભરમાં મહાનગર પાલિકાઓની ચૂંટણીના પરિણામો ભાજપ-કોંગ્રેસ માટે આઘાતજનક હશે. આ શબ્દો 'આપ'ના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ ઇટાલિયાના છે.

ગોપાલભાઇ આજે અકિલાની મુલાકાતે આવ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે લોકોનુંભરપુર સમર્થન અમને મળી રહ્યું છે. એવું  લાગે છે આ ચૂંટણીના પરિણામો અમને પણ સુખદ આશ્ચર્ય આપનારા હશે. અમે સત્તામાં નથી છતાં લોકોના કામ કરતા આવ્યા છીએ. સકારાત્મક પ્રચાર કરીએ છીએ. ગુજરાતભરમાં લોકોનો સહયોગ મળી રહ્યો છે.

ગોપાલભાઇએ જણાવ્યું હતું કે, અમે પ્રસિદ્ધિ કરી શકતા નથી. ભાજપ-કોંગ્રેસ ભ્રષ્ટાચારના પૈસાથી પ્રચાર કરે છે. આમ આદમી પાર્ટી સામાન્ય માણસના દિલમાં છે. લોકો જાડુને મત આપશે.

ગુજરાતમાં આ વખતે આપે જોર કરતા ભાજપે વડીલોની ટિકિટ કાપવા ફરજ પડી છે, તેમ જણાવીને ગોપાલભાઇએ કહ્યું હતું કે, આપ રાજનીતિ કરવા નહિ, રાજનીતિ સુધારવા આવી છે.

શિક્ષણ-આરોગ્ય-પીવાનું પાણી-ભ્રષ્ટાચાર-ટ્રાફિક પ્રશ્ન વગેરે જેવા મુદ્દે લોકો આમ આદમી પાર્ટીને સમર્થન આપશે.

ગોપાલભાઇએ અંતમાં જણાવ્યું હતું કે, 'આપ' ગુજરાતમાં ધારાસભાની તમામ બેઠકો પરથી લડશે. મુલાકાત પ્રસંગે આપ નેતા અજિતભાઇ લોખિલ, રાજેશ પાનસુરિયા, દિલીપસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:44 pm IST)