Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ભૂલકાઓનું હાલરડુ જ ચીર નિંદ્રાધીન થયુ

અમુલખભાઈ ભટ્ટ વિરાણી હાઈસ્કુલના આભૂષણ હતા

વિરાણી હાઈસ્કુલના પ્રીતિપાત્ર શિક્ષક, શિક્ષણ જગતના અનમોલ રત્ન સમાન મારા ગુરૂશ્રેષ્ઠ પૂજય અમૂલખભાઈ ભટ્ટ સરસ્વતી ધામવાસી થયા.

હાલરડાં, બાળ નાટકો, યુવાબ્રિગેડ જેવા અનેક પુસ્તકોના સફળ લેખક તરીકે તેઓ પ્રતિષ્ઠિત હતા. અનેક નામી નાટકોમાં દિગ્દર્શક તરીકે પૂજય અમૂલખભાઈએ ભારે પ્રશંસા મેળવી હતી. બાળપણમાં મને પણ તેમના અનેક નાટકોમાં જુદા જુદા પાત્રમાં ભૂમિકા ભજવવાનો મને અમૂલ્ય લ્હાવો મળેલ હતો તે કદીય વિસરી શકાશે નહિં.

સરકાર અને સંસ્થાઓ તરફથી અનેક એવોડ્ર્સ વિજેતા પૂજય અમૂલખભાઈ ભટ્ટ વિરાણી હાઈસ્કુલના આભૂષણ હતા. વિદ્યાર્થીઓમાં અતિ ચાહના ધરાવનાર અમૂલખભાઈ ભટ્ટ શિષ્ટાચારના કડક આગ્રહી હોવા છતા હેતની હેલીથી વિદ્યાર્થીઓને તરબોળ કરી દેતા હતા.

મારા અઘાટ જીવનનો ઘાટ ઘડનાર જીવન ઘડતરના ઘડવૈયાઓ પૈકીના શ્રી અમૂલખભાઈ ભટ્ટ અગ્રીમ હરોળમાં રહ્યા હતા. હું ભાગ્યશાળી હતો કે મને વિરાણી હાઈસ્કુલમાં અમૂલખભાઈ ભટ્ટ જેવા મહાન શ્રેષ્ઠ શિક્ષકોના સાનિધ્યમાં ભણવાનો મહામુલો અવસર પ્રાપ્ત થયો હતો.

પરમ કૃપાળુ સરસ્વતી દેવી મંગલ મંદિરમાં ખોલી પૂજય અમૂલખભાઈને સાનિધ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના.

ડો.પુરૂષોત્તમ પીપળીયા

આરસીસી બેન્કના સીઈઓ મો. ૯૪૨૭૨ ૨૦૫૪૪.

(11:39 am IST)