Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

કાલથી અમૃત ઘાયલ હોલમાં ૨૦૦ બેડની હોસ્‍પીટલ શરૂ થઈ જશેઃ ૫ દિ'માં યુનિ. ખાતે ૪૦૦ બેડની હોસ્‍પીટલ

૧૦૦ નવા વેન્‍ટીલેટર આવ્‍યા છેઃ ઓકિસજનનો હાલ પૂરતો સ્‍ટોક છેઃ સમરસમાં દરરોજ ૪ પ્રાઈવેટ ડોકટરોને ફરજ : સિવીલમાં ડોકટરો-નર્સ સ્‍ટાફ ૨૪ કલાક ભૂખ્‍યા-તરસ્‍યા ફરજ બજાવી રહ્યા છેઃ એ લોકો પણ થાકયા છે, પ્‍લીઝ લોકો આક્ષેપો ન કરે : યુનિ. ખાતે ડોકટરો-નર્સ-સ્‍ટાફ કલેકટર પૂરા પાડશે : ઈન્‍જેકશન માટે રોજના ૫૦૦ ફોન આવે છેઃ ૫૦ ટકા તો ખોટા ફોન હોય છેઃ આખા રાજ્‍યમાંથી કલેકટર કંટ્રોલ રૂમમાં ઈન્‍જેકશન અંગે ડીમાન્‍ડ : સિવીલ-સ્‍મશાન ઉપર રેવન્‍યુના ૪૦થી વધુ તલાટીઓ રાઉન્‍ડ ધ કલોક ફરજ બજાવી રહ્યા છે, પત્રકારોને વિગતો આપતા રેમ્‍યા મોહન

રાજકોટ, તા. ૧૫ :. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્‍યા મોહને આજે પત્રકારોને જણાવ્‍યુ હતુ કે, રાજકોટના અમૃત ઘાયલ હોલમાં કાલથી ઓકિસજન અને વેન્‍ટીલેટરની સુવિધા સાથે ૨૦૦ બેડની કોવિડ-૧૯ હોસ્‍પીટલ શરૂ થઈ જશે. આ હોસ્‍પીટલ સ્‍ટાર સીનર્જી હોસ્‍પીટલ સંભાળશે. આ બાબતે આરએમસી-એમઓયુ અને સંકલન કરી રહ્યુ છે. તે ઉપરાંત પૂ. રણછોડદાસજી મહારાજ કોમ્‍યુનિટી હોલમાં પણ ગોકુલ હોસ્‍પીટલ દ્વારા કોવિડ-૧૯ હોસ્‍પીટલ શરૂ કરાય તેવી શકયતા છે.

કલેકટરે ઉમેર્યુ હતુ કે આ ઉપરાંત આગામી ૫ દિવસમાં યુનિ.ના કન્‍વેશન સેન્‍ટર ખાતે ૪૦૦ બેડની કોવિડ હોસ્‍પીટલ શરૂ થઈ જશે. આ માટે મેનપાવર જેમ કે ડોકટરો, નર્સ, અન્‍ય સ્‍ટાફ કલેકટર તંત્ર પુરો પાડશે, આ માટે હાલ પ્‍લાનીંગ થઈ રહ્યુ છે.

તેમણે જણાવેલ કે રાજકોટના નર્સિંગ સ્‍ટુડન્‍ટનો પણ જરૂર પડયે તમામ પ્રાઈવેટ હોસ્‍પીટલમાં ઉપયોગ કરાશે. તે ઉપરાંત રાજકોટ ઈન્‍ડીયન મેડીકલ એસો. દ્વારા નોનસર્જરી અને પીડીયાટ્રીક તથા અન્‍ય ડોકટરોનું લીસ્‍ટ બનાવાયુ છે અને આમાંથી દરરોજ ૪ - ૪ ડોકટરો કાલથી સમરસ હોસ્‍ટેલ ખાતેની કોવીડ-૧૯ હોસ્‍પીટલમાં સવારે ૮ થી ૨ની ડયુટી સંભાળશે. દરરોજ ૪ - ૪ નવા ડોકટરો ફરજ બજાવશે, એ પ્રમાણે ઓર્ડરો થઈ ગયા છે.

કલેકટરે નિખાલસપણે કબુલ્‍યુ હતુ કે રાજકોટમાં ડોકટરો, નર્સની ખેંચ છે. હાલ બહારથી મંગાવાય તેમ નથી, પરંતુ અમે તે પ્રમાણે વ્‍યવસ્‍થા કરી રહ્યા છીએ. સિવીલમાં પણ દરરોજ ૨૪ કલાક ડોકટરો, નર્સિંગ સ્‍ટાફ કામ કરી રહ્યા છીએ. એ લોકો ભૂખ્‍યા કામ કરી રહ્યા છે. એ લોકોની સ્‍થિતિ ખરાબ છે. લોકો સમજે પ્‍લીઝ ડોકટરો-નર્સ ઉપર ખોટા આક્ષેપો ન લગાવો, તેમની સ્‍થિતિ સમજો.

રેમડેસિવીર ઈન્‍જેકશ

કલેકટરે જણાવ્‍યુ હતુ કે રેમડેસિવિર ઈન્‍જેકશન અંગે ૬ - ૬ લાઈન મૂકી છતાં છતા એંગેજ મળી રહ્યા છે. લોકો બહાર ફરવા જવુ હોય તો સાથે મેડીકલ કીટ માટે ઈન્‍જેકશનો માંગી રહ્યા છે. આખા રાજ્‍યમાંથી ફોન આવી રહ્યા છે. નવસારી-વડોદરા તમામ સ્‍થળેથી ડીમાન્‍ડ છે, પણ આપણે વ્‍યવસ્‍થા ગોઠવી છે, રોજના ૪૦૦થી ૫૦૦ ફોન આવી રહ્યા છે. લોકો સમજે તે જરૂરી છે.

વેન્‍ટીલેટર ઓકિસજન

કલેકટરે ઉમેર્યુ હતુ કે સિવીલમાં વધુ ૧૦૦ વેન્‍ટીલેટર નવા આવ્‍યા છે. જે કાલે કંપની દ્વારા ઈન્‍સ્‍ટોલેશન થઈ જશે. હાલ શહેરમાં સિવીલ-ખાનગીમાં ૭૦૦ વેન્‍ટીલેટર ઉપલબ્‍ધ છે. જરૂર પડયે ખાનગીને પણ લોન ઉપર દેવાશે.

ઓકિસજન અંગે તેમણે જણાવેલ કે, આપણી પાસે પુરતો સ્‍ટોક છે. ડબલ ટેંકો આવી ગઈ છે. સમરસ અને અમૃત ઘાયલ હોસ્‍પીટલમાં ટેન્‍કો અપાઈ ગઈ છે. ભાવનગર-વડોદરાથી નવો સ્‍ટોક પણ આવ્‍યો છે. રોજનો રાજકોટમાં ૪૨ મેટ્રીક ટન ઓકસીજન વપરાઈ રહ્યો છે.

કલેકટરે જણાવેલ કે અમારા રેવન્‍યુના ૪૦થી વધુ તલાટીઓ સિવીલ અને દરેક સ્‍મશાને રાઉન્‍ડ ધ કલોક વ્‍યવસ્‍થા ગોઠવી રહ્યા છે.

(3:44 pm IST)