Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

જંકશન રેલ્વે સ્ટેશન પાસેથી અજાણ્યા વૃધ્ધની લાશ મળી

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૫: જંકશન રેલ્વે સ્ટેશન પાસે ફૂટપાથ પરથી અજાણ્યા આશરે ૬૨ વર્ષના વૃધ્ધની લાશ મળી આવી છે. ૧૦૮ના ઇએમટી ભાવનાબેન ડોડીયાએ જાણ કરતાં પ્ર.નગર પોલીસ મથકના એએસઆઇ કે. વી. માલવીયા અને રામજીભાઇ પટેલે ત્યાં પહોંચી કાર્યવાહી કરી હતી. બિમારીથી મૃત્યુ થયાનું તારણ નીકળ્યું હતું. તસ્વીરમાં દેખાતા મૃતક વૃધ્ધના કોઇ સગા સંબંધી હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:00 pm IST)