Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

સરસ્વતિ ઉપાસક લાભુભાઇ ત્રિવેદીની શિક્ષણ નિષ્ઠા અને

દીપચંદભાઇ તથા જયંતિભાઇના દાનથી શિક્ષણ ક્ષેત્રે સુવર્ણ સમય સર્જાયો હતો

મારા સદ્નસીબ કે આવી વિભૂતિઓ સાથે કામ કરવાની મને તક મળી : ડો. પુરુષોત્તમ પીપરિયા સમય પ્રમાણે પરિવર્તન ન થતા અમુક સંસ્થાઓ નબળી પડી શિક્ષણના વ્યાપારીકરણ વચ્ચે પણ દીપચંદભાઇ - જયંતીભાઇના દાનથી સર્જાયેલી સંસ્થાઓ આજે પણ નહિવત ફીમાં ઉચ્ચ કેળવણી આપે છે

દાનવીરો દીપચંદભાઇ ગારડી, જયંતીભાઇ કુંડલિયા સાથે સરસ્વતી ઉપાસક લાભુભાઇ ત્રિવેદીની એક અવિસ્મરણીય તસ્વીર.

આ અલભ્ય તસવીરમા વિશ્વ લોહાણા મહાજન પ્રમુખ, આરસીસી બેંકના પુર્વ ચેરમેનશ્રી, ભામાશા  શેઠશ્રી પુજય જયંતીભાઈ કુંડલીયા, ભામાશા શેઠશ્રી પુજય દીપચંદભાઈ ગારડી અને સરસ્વતી ઉપાસક પુજય લાભુભાઈ ત્રિવેદી ની અજોડ જોડી એકી સાથે સમાજ ને કંઈક આપવા માટે વિચાર ગોષ્ઠી કરતી નજરે પડે છે.

અગાઉના સમયમાં નગર શ્રેષ્ઠીઓ કેળવણી માટે મન મુકીને દાન આપ્યાના અનેક દાખલા મોજૂદ છે તે પૈકી અમુક સંસ્થાઓ હજુપણ નહીવત ફીમાં શિક્ષણ આપી રહી છે. આ સંસ્થા આર્થીક રીતે નબળા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને મધ્યમવર્ગ માટે એક માત્ર આશાનું કિરણ સમાન હતી અને છે.

આઠ કુંડલીયા કોલેજો, વિરાણી હાઇસ્કૂલ, શેઠ હાઈસ્કૂલ,, કોટક સ્કુલ, જશાણી કોલેજ, વિરબાઈ મા મહીલા કોલેજ, ચૌધરી હાઈસ્કૂલ, વિરાણી સાયન્સ કોલેજ, કોટેચા સ્કુલ, બારદાનવાલા સ્કુલ આ બધા જ નામો દાતા પરિવાર દ્વારા અપાયેલ દાનથી અને સરકારી ગ્રાન્ટથી નિઃશુલ્ક ફી ના ધોરણે તવંગર, ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી નામાંકિત સંસ્થાઓ હતી અને છે.પુજય શેઠશ્રી જયંતીભાઈ કુંડલીયાના વડપણ હેઠળના જુદા જુદા ટ્રસ્ટો સંચાલિત અનેક બાલમંદિર, સ્કુલ, કોલેજ, સર્ટિફિકેટ કોર્સ, ડીપ્લોમા કોર્સ, ડીગ્રી કોર્સ, માસ્ટર ડીગ્રી કોર્ષ સહીત  આશરે સો ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ લાભુભાઈ ત્રિવેદી, પુજય હરકાંતભાઈ માણેક અને પુજય મનસુખભાઈ જોશી સાથે એકામતે એકાજુથે  ચલાવી રહ્યા હતા, નહીવત મુલ્યે અથવા વિનામૂલ્યે હજારો વિદ્યાર્થીઓએ આ સ્કુલ કોલેજમાં અભ્યાસ કરેલ છે અને કરી રહ્યા છે.

મુંબઇના ભામાશા દાનવીર શ્રી દીપચંદભાઈ ગારડીએ ગ્રામ્ય વિસ્તારોમાં અને શેઠશ્રી જયંતીભાઈ કુંડલીયા અર્બન વિસ્તારોમાં અનેક સ્કુલ કોલેજો મા દાન આપી દાનવીર અને કેળવણીકાર તરીકે શૈક્ષણિક જગતમાં પુજાય છે. તેમજ પુજય લાભુભાઈ ત્રિવેદી સરસ્વતીના સાધક અને કેળવણીકાર તરીકે પુજાય છે.

આ ઉપરાંત અમદાવાદ, ભાવનગર, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર જેવા શહેરોમાં  ત્યાંના સ્થાનિક દાતાઓ નાનજી કાલીદાસ મહેતા, મેઘજી પેથરાજ શાહ, સી.યુ.શાહ, ધીરુભાઈ શાહ, દામજી ભાઈ એન્કરવાળા,  કાન્તિસેન શ્રોફ, ખુશાલદાસ મહેતા, રાજકોટના શામજી વેલજી વિરાણી, જસાણી પરિવાર, ગુલાબચંદ તલકચંદ શેઠ જેવા અનેક દાતાઓએ શાળાઓ, કોલેજ અને જાહેર ઉપયોગમાં આવતી કોઈપણ સેવાકીય બાબતોમાં અગ્રેસર હતા.

આઝાદી પછીના તરતના સમયમાં જયારે શૈક્ષણિક સંસ્થાઓ નહીવત હતી ત્યારે તે વખતના દાનવીર નગર શ્રેષ્ઠી શેઠશ્રી જયંતીભાઈ કુંડલીયા, દિપચંદભાઈ ગારડીએ કેળવણી શ્રેત્રે અઢળક દાન આપી હજારો એન્જિનિયર, ડોકટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એડવોકેટ સહીત અનેક ક્ષેત્રના તજજ્ઞ વિદ્યાર્થીઓ ગુજરાતને આપ્યા હતા.

પ્રવર્તમાન સમયમાં શિક્ષણ મધ્યમવર્ગીય પરિવારને પણ ના પોસાય તેમ મોંઘોદાટ થયેલ હોવાથી, ઉચ્ચ શિક્ષણ ગરીબો માટે અલભ્ય થઈ રહ્યુ છે ત્યારે નહીવત ફીમાં ઉપરોકત સંસ્થાઓ આજે પણ કેળવણી આપી રહી છે તે સરાહનીય છે.

આ દાતાઓ દ્વારા હોસ્પિટલ  લાયબ્રેરી, ગૌશાળા, પાંજરાપોળ સહિતની પ્રવૃત્તિઓ સારી રીતે ચાલતી હતી. સરકારને આ દાતાઓ પૂરક બની સામાજિક જવાબદારી નિભાવતા હતા.

તેમની આ સંસ્થા ખુબજ સારી ચાલતી હતી અને ચાલે છે. અમુક સંસ્થાઓમાં મેનેજમેન્ટમાં નવું લોહી દાખલ કરવું જરૂરી હતું અને સમય પ્રમાણે ફેરફાર અને પરિવર્તન કરવું જરૂરી હતું તે કરવામાં મોડા પડ્યા એટલે આ સંસ્થાઓ પૈકી અમુક નબળી થઈ રહી છે.

તે સમય  રાષ્ટ્રીય પર્વ તરીકે માત્રને માત્ર ગણતંત્ર દિવસ, આઝાદ દિન, અને શિક્ષક દિન ઉજવણી શેક્ષણીક સંસ્થાઓમા થતી હતી. આજની તો વાત કરવા જેવુ નથી. શિક્ષણના ભોગે પોતાની વાહવાહી કરવા માટે રેલીઓ, સમારંભમા  વિદ્યાર્થીઓ લાવવા માટે સંસ્થાઓ ઉપર બ્યુરોક્રેટ અસહ્ય દબાણ કરી રહ્યા છે.

હંુ નસીબદાર હતો કે મારા જીવનનો દિર્ઘકાલીન સમય મને આ વિભુતિઓ સાથે સમય ગાળવાનો મોકો મળ્યો હતો. સાથોસાથ તેમના સાનિધ્યમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થયેલ હતો.

ડો. પુરૂષોત્તમ પીપરીયા રાજકોટ

મો. ૯૪૨૭૨ ૨૦૫૪૪

(4:17 pm IST)