Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ભુમિ સુપોષણ અને સંરક્ષણ અંગે મંગળવારે વેબીનાર

ડો. વલ્લભભાઇ કથીરીયાનું આયોજન : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને તજજ્ઞો માર્ગદર્શન આપશે

રાજકોટ તા. ૧૫ : ખેડુતો ગૌ આધારીત સજીવ કષિ અને ભુમિ સંરક્ષણ તરફ વળે તે હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત સંસ્થાઓ દ્વારા ગામડે ગામડે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જેના ભાગરૂપે આગામી તા. ૧૮ ના મંગળવારે સવારે ૧૦ વાગ્યે ડો. વલ્લભભાઇ કથીરીયાની પહેલથી આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા એક રાજય કક્ષાનો વેબીનાર યોજવામાં આવેલ છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની અધ્યક્ષતમાં આયોજીત આ વેબીનારમાં વિષય નિષ્ણાંત તજજ્ઞો દ્વારા ભુમિ સુપોષણ અને સંરક્ષણ અંગે તેમજ પેસ્ટીસાઇડ અને બાયો ફર્ટીલાઇઝરની ઉપયોગીતા વિષે માર્ગદર્શન અપાશે. વેબીનારમાં એચ. બી. પટેલ (વિસ્તરણ શિક્ષણ નિયામક આણંદ કૃષિ યુનિવર્સિટી), ડો. કે. બી. કથીરીયા (કુલપતિ આણંદ કૃષિ યુનિ.), ડો. વલ્લભભાઇ કથીરિયા (પૂર્વ કેન્દ્રીય મંત્રી), ડો. ડી. બી. સીસોદીયા (પ્રા. પાક સંરક્ષણ વિભાગ આણંદ કૃષિ યુનિ.), ડો. હર્ષાબેન શેલત (પ્રા. બાયો ફર્ટીલાઇઝર વિભાગ આણંદ કૃષિ યુનિવર્સિટી), પ્રગતિશીલ ખેડુત દેવશીભાઇ પટેલ (બોરીઆવી), કેતનભાઇ પટેલ વગેરે ભાગ લેશે. યુ-ટયુબ પર આવેબીનારનું જીવંત પ્રસારણ થશે.

(4:19 pm IST)