Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

‘આર.કે. પ્રાઈમ પ્‍લસ ડોકટર હાઉસ'નો કાલથી શુભારંભ

વિવિધ રોગના નિષ્‍ણાંત ડોકટરોની ટીમ સેવા આપશે : તમામ રોગોની સારવાર એક જ સ્‍થળે ઉપલબ્‍ધ : ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ૨૦ હજાર સ્‍કવેર ફૂટ જગ્‍યામાં ૭ માળના બિલ્‍ડીંગમાં ૮ યુનિટનું ઓપનીંગ

રાજકોટ, તા. ૧૪ : શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર મહાપૂજાધામ ચોક, બાલાજી હોલ અને એચડીએફસી બેન્‍ક પાસે આર.કે. પ્રાઈમ પ્‍લસ ડોકટર હાઉસનો આવતીકાલ તા. ૧૫ના રવિવારથી શુભારંભ થઈ રહ્યો છે.
૨૦ હજાર સ્‍કવેર ફૂટ જગ્‍યામાં અત્‍યંત આધુનિક સાધનો સાથેની ૭ માળનું ભવ્‍ય બિલ્‍ડીંગનું નિર્માણ કરવામાં આવ્‍યુ છે. જેમાં જુદા જુદા ૮ યુનિટમાં વિવિધ રોગોના નિષ્‍ણાંત અને અનુભવી ડોકટરોની ટીમ સેવા આપશે. આ હોસ્‍પિટલમાં તમામ રોગોની સારવાર ઉપલબ્‍ધ બનશે તેમ તબીબોએ જણાવ્‍યુ હતું.
પ્રિમીયમ હોસ્‍પિટલ એન્‍ડ આઈસીયુમાં ડો. દર્શન જાની (મો. ) અને ડો.જીગર પાડલીયા (મો.૯૯૭૮૮ ૯૦૭૦૦) સેવા આપશે કે જેઓ ક્રિટીકલ કેર સ્‍પેશ્‍યાલીસ્‍ટ છે. અહિં મોનીટર, વેન્‍ટીલેટર, ડાયાલીસીસ મશીન, સીરીંજ સહિતના અત્‍યાધુનિક સાધનો પણ ઉપલબ્‍ધ છે.
ડો. ખુશ્‍બુ ઝાલાવડીયા (મો.૯૪૨૯૯ ૩૭૩૫૨) અને ડો.પ્રતિક ભાડજા (મો.૯૮૨૫૫ ૧૭૯૩૭) કે જેઓ નારી વુમન્‍સ સ્‍પેશ્‍યાલીટીમાં સેવા આપશે અને પ્રસુતિની સારવાર લેપ્રોસ્‍કોપી, ટાંકા વગરના ગર્ભાશયના ઓપરેશન સહિતના રોગોની સારવાર આપશે.
ડો.ડેનીશ આરદેસણા (મો.૮૨૩૮૦ ૫૨૦૪૫) કે જેઓ મારૂતિ ઈએમટી હોસ્‍પિટલ એન્‍ડ ડાયગ્નોસ્‍ટીક સેન્‍ટરમાં સેવા આપશે. તેઓ કાન, નાક, ગળાના સર્જન છે અને તેઓએ બી.જે. મેડીકલ કોલેજમાંથી એમ.એસ.ઈ.એન.ટી.ની ડિગ્રી મેળવેલ છે અને દોશી હોસ્‍પિટલમાં ૫ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે.
સૌરાષ્‍ટ્ર સ્‍પાઈન અને પેઇન હોસ્‍પિટલમાં ડો.કુશલ દોંગા (મો.૮૩૦૬૨ ૮૩૦૮૩) અને ડો.પિયુષ સોરઠીયા (મો.૮૩૦૬૨ ૮૩૧૮૩) સેવા આપશે. આ બંને તબીબોને ૪ાા વર્ષનો બહોળો અનુભવ છે અને ૧૦ હજારથી વધુ દર્દીઓનું નિદાન કરી અઢી હજારથી ઈન્‍ટેન્‍શન ટ્રીટમેન્‍ટથી સાજા કર્યા છે.
જયારે હેમ ઓએનસી કેર સેન્‍ટરમાં ડો.નિશાંત ઘરસંડીયા (મો. ૯૦૯૯૦ ૫૩૨૧૧) સેવા આપશે. તેઓએ બાળકોના કેન્‍સર, કિડનીની ગાંઠ, કેન્‍સર, લીવર વગેરે રોગોની સેવા આપશે.
આર્ષ હોસ્‍પિટલમાં ડો.સીમા ભાલોડા બાવરીયા (મો.૯૪૨૭૨ ૨૧૮૨૭) ડાયાબીટીસના નિષ્‍ણાંત તબીબ છે અને તેઓએ દોશી હોસ્‍પિટલ, સ્‍ટર્લીંગ હોસ્‍પિટલમાં પ્રેકટીસ કરી ચૂકયા છે.
ડો.મોનીલ પી. ઠકરાર (મો. ૯૪૬૨૦ ૦૦૧૭૨) (લેબ ડાયરેકટર એન્‍ડ એમ.ડી. પેથ) અને ડો.ધ્‍વનિ મહેતા તેમજ ડો.વર્ષા સોરઠીયા (એમ.ડી. ડીસીપી પેથ) તથા જય પરીખ (એમ.ડી.માઈક્રો)નો સમાવેશ થાય છે. આ નિષ્‍ણાંતોની વિદ્યાનગર રોડ ઉપર લેબોરેટરી કાર્યરત છે અને અહિં બીજી શાખાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ લેબોરેટરીમાં તમામ જાતના પરિક્ષણો થશે.
ડો.કેનીત આરદેસણા (મો.૮૬૯૦૦ ૦૧૦૧૦) (પરી સ્‍કીન કલીનીક) ચાંદી અને વાલના રોગોના નિષ્‍ણાંત છે.
આ ઉપરાંત મૈત્રી પીડીયાટ્રીક સર્જીકલ હોસ્‍પિટલના ડો.જીગર પટેલ કે જેઓએ દિલ્‍હીથી અભ્‍યાસ કરેલ છે અને ૭ વર્ષથી બાળકોના ઓપરેશન, જન્‍મજાત ખોડખાપણના ઓપરેશન, બાળકને થતી પેટ, છાતી વગેરે રોગના નિષ્‍ણાંત ડોકટર છે. તસ્‍વીરમાં ડો.દર્શન જાની, ડો.જીગર પાડલીયા, ડો.પ્રતિક ભાડજા, ડો.ડેનીશ આરદેસણા, ડો.કુશલ દોંગા, ડો.મોનીલ ઠકરાર, ડો.કેનીત આરદેસણા, ડો.જીગર પટેલ અને ડો.નિશાંત ઘરસંડીયા નજરે પડે છે.

 

(3:48 pm IST)