Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

મેરા બુથ, રસીકરણયુક્‍ત અને સ્‍વાસ્‍થ્‍ય સ્‍વયંસેવક : ભાજપની યોજના

૨૧ થી ૩૦ જૂન સુધીમાં પ્રદેશ કારોબારી, ૧ થી ૧૫ જુલાઇ વચ્‍ચે શહેર - જિલ્લા કારોબારી : પેઇજ પ્રમુખ યોજનાને ફરી વેગ

રાજકોટ તા. ૧૫ : ગુજરાત ભાજપ દ્વારા આગામી સમયના સંગઠનાત્‍મક કાર્યક્રમો જાહેર કરવામાં આવ્‍યા છે. જેમાં મેરા બુથ રસીકરણયુક્‍ત અને સ્‍વાસ્‍થ્‍ય સ્‍વયંસેવક યોજનાનો સમાવેશ થાય છે. આજે પ્રભારી ભૂપેન્‍દ્ર યાદવની હાજરીમાં યોજાયેલ બેઠકોમાં આ અંગે માર્ગદર્શન અપાશે. ઓનલાઇન પ્રશિક્ષણ વર્ગો સહિતના કાર્યક્રમો આવી રહ્યા છે.

ભાજપ દ્વારા નક્કી થયા મુજબ મેરા બુથ રસીકરણયુક્‍ત અભિયાન અંતર્ગત લોકોને રસી મૂકાવવા પ્રોત્‍સાહિત કરવા કાર્યકરોએ યોજના બનાવવાની રહેશે. રક્‍તદાન કેમ્‍પ, બિમારીમાં દવા વગેરે બાબતે લોકોને ઉપયોગી થવા જણાવાયું છે. તબીબો, નર્સ વગેરેનું સન્‍માન કરાશે. ૨ લાખ શહેરી વિસ્‍તાર અને ગામોમાં એક યુવા, એક મહિલા કાર્યકર્તાને પ્રશિક્ષિત બનાવવાની યોજના છે. સ્‍વાસ્‍થ્‍ય સ્‍વયંસેવક યોજના તરીકે ઓળખાશે.

 જિલ્લા - શહેરોની બાકી ટીમને ઓનલાઇન પ્રશિક્ષણ અપાશે. તા. ૨૧ થી ૩૦ જૂન વચ્‍ચે ઓનલાઇન પ્રદેશ કારોબારી અને ૧ થી ૧૫ જુલાઇ વચ્‍ચે મહાનગરો - જિલ્લાઓની ઓનલાઇન કારોબારી થશે. આવતા ૬ એપ્રિલ સુધીમાં દરેક બુથમાં પેઇજ સમિતિની રચના થઇ જશે.

(11:47 am IST)