Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

આર્થિક સ્થિતિ કથળી છેઃ પ ટકા ફી સ્કુલો વસૂલે તેવો હુકમ કરોઃ કલેકટરને આવેદન

સમાજ જાગૃત મહિલાની રજુઆતઃ સ્કૂલોના લાઇટ બીલ સહિતના ખર્ચા કાઢયા છે

સર્વે સમાજ જાગૃત મહિલા સંસ્થાએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧પ : સર્વ સમાજ જાગૃત મહિલા સંસ્થાએ એડી.કલેકટરને આવેદન પાઠવી ઓનલાઇન શિક્ષણ બંધ કરવા તેમજ સ્કુલ ફી માફ કરવા અંગે માંગણીઓ કરી હતી.

આવેદાનમાં જણાવેલ કે, અમો આ સર્વ સમાજ જાગૃત મહિલા ટ્રસ્ટ ચલાવીએ છીએ, અમારા બાળકો જયારથી આ કોરોનાની મહામારી આવેલ છે ત્યારથી સરકારની ગાઇડલાઇન મુજબ મોબાઇલમાં ઓનાલાઇન અભ્યાસ કરી રહ્યા છે.

આ કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા કરવામાં આવેલ લોકડાઉનની અસરને કારણે અમારા ઘરના સભ્યોની રોજગારી પર પણ ખૂબજ ખરાબ અસર થયેલ છે. પુરતો રોજગાર પણ મળતો નથી. તેમજ અમો એક ગૃહીણી તરીકે ઘર ચલાવતા હોય આજે અમારે ઘર ચલાવવામાં પણ ઘરની તમામ ચીજવસ્તુઓનો ભાવ કોરોનાને લીધે વધી ગયા છે. વસ્તુઓમા મોઘવારી વધી ગઇ છે. અમારે ઘર ચલાવવામાં પણ ખૂબજ આર્થિક સંકડામણનો સામને  પડી રહેલ છે. જે જોતા આપને નમ વિનંતી છે કે કોરોનાની મહામરી આવી ત્યારથી રેગ્યુલર ઓફ લાઇન શિક્ષણ આપવાનું બંધ હોય તેમજ લાઇટબીલ તેમજ અન્ય સાંસ્કૃતિક પ્રવૃતિઓ બંધ હોવાના કારણે શાળાઓમાં રેગ્યુલર જે ખર્ચો થતો હોય તે હાલ થતો ન હોય, તેમજ અમારા બાળકોની શિક્ષણ ફી પ % માંડ-માંડ ભરી શકીએ તેવી અમારી આર્થિક પરિસ્થિતિ હોય જે ધ્યાને લઇ પ ટકા ફિ ની અમારી રજુઆતને માન્ય રાખી તમામ શાળાઓને પ% ફી વસુલ કરવા માટે હુકમ કરવા અરજ છે.

(3:15 pm IST)