Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

વિદેશી દારૂના બે અલગ-અલગ ગુનામાં ફરાર બે શખ્સો પકડાયા

ભકિતનગર પોલીસે રવિરાજસિંહ અને સોયબ ઉર્ફે સોયલાની ધરપકડ

રાજકોટ તા. ૧પ : ભકિતનગર વિસ્તારમાં પકડાયેલા વિદેશી દારુના બે જુદા-જુદા ગુનામાં ફરાર બે શખ્સને ભકિતનગર પોલીસે પકડી લીધા છે.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ.જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર. જે.કામળીયા, એ.એસ. આઇ.ભાનુભાઇ, ફીરોજભાઇ, હેડ કોન્સ રણજીતસિંહ, દિનેશભાઇ, મનરૂપગીરી, ભાવેશભાઇ, વાલજીભાઇ, દિવ્યરાજસિંહ, મૈસુરભાઇ, રાજેશભાઇ તથા હિતેન્દ્રસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. રણજીતસિંહ અને દિનેશભાઇને મળેલી બાતમીના આધારે ૮૦ ફુટ રોડ બગીચા પાસેથી રવિરાજસિંહ ઉર્ફે બાપુડી મહિપતસિંહ જાડેજા (ઉ.ર૭) (રહે. તીરૂપતી સોસાયટી શેરી નં.૭) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી તે ભકિતનગર વિસ્તારમાં પકડાયેલ વિદેશી દારૂના ગુનામાં દોઢ વર્ષથી ફરાર હતો.

જયારે કોન્સ ભાવેશભાઇ મકવાણા અને પ્રવિણભાઇને મળેલી બાતમીના આધારે મારામારી તથા વિદેશી દારૂના ગુનામાં દોઢ વર્ષથી ફરાર સોયલ ઉર્ફે સોયલો ઉર્ફે સાહીલ ઇમ્તીયાઝભાઇ ચૌહાણ (ઉ.ર૦) (રહે. નાવાગામ આવાસ યોજના કવાર્ટર બ્લોક નં.૧૬ કવાર્ટર નં.રપ૯૪) ને પકડી લીધો હતો.

(3:15 pm IST)