Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કોરોના માનવસર્જીત મહામારી : સત્યાગ્રહ સમિતિનો આક્રોશ

આગામી દિવસોમાં ગુજરાતભરના ૩૩ જિલ્લાના કલેકટરોને હજારોની સંખ્યામાં પત્રો લખાશે

રાજકોટ : કોરોના માનવસર્જીત મહામારી હોવાનું આક્રોશ કોરોના સત્યાગ્રહ સમિતિએ એક યાદીમાં વ્યકત કરી જણાવ્યુ છે કે આગામી દિવસોમાં હજારો, લાખો નાગરિકો દ્વારા વ્યકિતગત નામ, સરનામા અને સહીઓ સાથેના પત્રો ગુજરાતના ૩૩ જીલ્લાઓના કલેકટરોના દફતરે રજુ કરાશે. સત્યાગ્રહ સમિતિના આગેવાનોએ જણાવ્યુ છે કે બધુ આયોજનબધ્ધ ચાલી રહ્યુ છે. લોકમાનસમાં સુનિયોજીત રીતે ફફડાટ અને ડર ઉભો કરાયો છે. એલોપેથી દ્વારા ઇલાજના નામે જુદા જુદા અખતરાઓ થઇ રહ્યા છે. જુદા જુદા કારણે થતા મરણો ઉપરાંત મોટી સંખ્યામાં મૃત્યુ થઇ રહ્યા છે. આ બધુ થવાનું મુખ્ય કારણ સતાનું કેન્દ્રીકરણ છે. આજે દેશ તરીકે ભારત પોતાનું સાર્વભૌમત્વ ખોઇ બેઠુ છે. આ પ્રકારના સુનિયોજીત ષડયંત્રની તપાસ થવી જોઇએ તેવી માંગણી સાથે કલેકટરોને હજારો, લાખોની સંખ્યામાં પત્રો પાઠવાશે. તેમ કોરોના સત્યાગ્રહ સમિતિના સંયોજક અશોક પટેલ (મો.૯૩૭૪૧ ૧૨૬૧૯) ની યાદીમાં જણાવાયુ છે.

(3:18 pm IST)