Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

સિવીલ માટે પ૦૦ લીટરનો ઓકસીજન પ્લાન્ટ આજે આવી જશે ૧ાા મહિનામાં ૭ હજાર લીટરના પ્લાન્ટ આવશેઃ ક્રાઇસ્ટમાં પ્લાન્ટ શરૂ

કલેકટર તંત્ર પાસે ૧૦૦ થી વધુ ઓકસીજન કોન્સ્ટ્રેટર પડયા છેઃ સીવીલમાં ૩૦ અને રૂરલમાં ૩૦ અપાયા...

ક્રાઇસ્ટમાં વેરાવળના દાતા તરફથી મળેલ દર મિનીટે પ૦૦ લીટર ઓકસીજન પ્લાન્ટ આજે સ્થાપિત કરાયો હતો, તસ્વીરમાં ઉદ્દઘાટન કરતા કલેકટર રેમ્યા મોહન, ફાધર, અન્ય અધીકારીઓ તથા પ્લાન્ટ નજરે પડે છે.

રાજકોટ તા. ૧પઃ એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ આજે પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે સિવીલમાં પ૦૦ લીટરનો ઓકસીજન પ્લાન્ટ આજે વડોદરાથી સાંજ સુધીમાં આવી જશે, અને ર થી ૩ દિવસમાં સિવીલ માં ફાઇનલ થયેલ જગ્યા ઉપર આ પ્લાન્ટ સ્થાપિત કરાશે, જીસીએસઆરએ દ્વારા રાજકોટ સિવીલ માટે દર મિનીટે પ૦૦ લીટર ઓકસીજન પ્લાન્ટ ઉત્પાદન કરતા બે પ્લાન્ટ ફાઇનલ કરાયા છે, જેમાંથી એક આજે સાંજે આવી જશે.

તેમણે જણાવેલ કે, આ ઉપરાંત સિવીલમાં ર હજાર લીટરના બે પ્લાન્ટ, ૧ હજાર લીટરના બે પ્લાન્ટ, પ૦૦ લીટરના બે પ્લાન્ટ અને પેલીકન કંપનીના ૩૦૦-૩૦૦ લીટરના બે પ્લાન્ટ ૧ થી ૧ાા મહિનામાં કાર્યરત થશે, પેલીકનના પ્લાન્ટ ટ્રોમા સેન્ટરમાં તો, વીવાયવોનો એક પ્લાન્ટ ચિલ્ડ્રન હોસ્પીટલમાં અપાયા છે, ૧ થી ૧ાા મહિનામાં ૭ હજાર લીટરથી વધુ પ્લાન્ટ સિવીલના વિવિધ ડીપાર્ટમેન્ટ માટે સ્થાપીત કરી દેવાશે.

એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ ઉમેર્યું હતું કે, આજે ક્રાઇસ્ટ હોસ્પીટલમાં એરમોક્ષ કંપનીનો મીનીટનો પ૦૦ લીટર ઉત્પાદન કરતો ઓકસીજન પ્લાન્ટ સ્થાપિત કરાયો હતો. આ પ્રસંગે કલેકટરશ્રી રેમ્યા મોહન, મીશનરી સંસ્થાના ફાધર, અન્ય ડોકટરો વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા, આ પ્લાન્ટને કારણે પર મિનીટ પ૦ બેડને ૧૦-૧૦ હજાર લીટર ઓકસીજન મળી શકશે.

તેમણે ઉમેર્યું હતું કે રશીયાથી ગુજરાત સરકારને ફાળવાયેલ ૧૦-૧૦ લીટરના ઓકસીજન કોન્સ્ટ્રેટર ફાળવાયા હતા, તેમાંથી ૧૬૬-રાજકોટ કલેકટર તંત્રને અપાયેલ, જેમાંથી ૩૦ સીવીલમાં તો ૩૦ રૂરલ ક્ષેત્રમાં અપાયા છે, હજુ આપણી પાસે ૧૦૦ થી વધુ આવા કોન્સ્ટ્રેટર પડયા છે, જેનો પણ જરૂર પડયે ઉપયોગ કરી શકાશે.

(3:21 pm IST)